આ વર્ષે વાતાવરણમાં ફેરફારના કારણે કેસર કેરીના ફ્લાવરિંગ સ્ટેજમાં અસર થઈ હતી. તેના કારણે નવી કૂંપણો ફૂટવા સમયે કેરીઓ વધુ પ્રમાણમાં ખરી ગઈ હતી. જ્યારે ગત વર્ષની તુલનામાં આંબાઓ પર 50 ટકા કેસર કેરી આવી છે.
વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત
આ વખતે કેસર કેરીના ભાવ પણ સારા જોવા મળી રહ્યા છે. પરંતુ ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે, કારણ કે, હવામાનને કારણે કેરીના ઝાડ પરથી કાચી કેરી ઉતરવાની તેમની નોબત આવી છે. આ વખતે અંદાજિત 50 ટકા જેટલા કેરીના ઝાડમાં કેરી નથી આવી તો બીજી બાજુ હવામાન વિભાગની વરસાદની આગાહીના કારણે ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે. કેરીની સિઝન હજુ એક મહિનો ચાલતી હોય છે પરંતુ આ વખતે ખેડૂત દ્વારા પોતાના આંબાના ઝાડ પરથી કાચી કેરી ઉતારવાનું શરૂ કરી દીધું છે.