Gujarat News: પાટણ જિલ્લામાં ઠેરઠેર પવિત્ર મહાશિવરાત્રિના પવૅ ની દરેક શિવાલયોમાં ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. શિવમંદિરોમાં મહાઆરતી પ્રસંગે ભગવાન ભોલેનાથને ભિષેક અને સુંદર આંગીઓની રચના કરાઈ હતી.પાટણ શહેરના ૨૦ જેટલા નાના મોટા પ્રાચીન શિવાલયોમાં શિવભકતોના નાદ ગૂંજતા વાતાવરણ શિવ મય બન્યું હતું. શિવ ભકતોની મહાદેવના દર્શન પૂજા અર્ચના કરી કૃપા મેળવવા મંદિરોમા ભારે ઘસારો જોવા મળ્યો હતો.પાટણ શહેરમા મહાશિવરાત્રિના દિવસે વહેલી સવાર થીજ પ્રાચીન મંદિર સિદ્ધનાથ, હરિહર, લાલેશ્વર, બગેશ્વર, આનંદેશ્વર, પદમેશ્વર મહાદેવ સહિત ના મંદિરોમાં ભગવાનના અભિષેક, આંગી અને પૂજા અર્ચના મંદિર ના પુજારીઓ દ્વારા કરાવવામાં આવી હતી.
પાટણ શહેરના સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીએ સવારે ૪ વાગે ભસ્મ આરતી ત્યારબાદ દૈનિક પૂજા બાદ ભકતોના દર્શન માટે મંદિર ના દ્રાર ખુલ્લા મુકવામાં આવ્યા હતા. બપોરે મહા નિવૈદ્ય અને સાંજે ચાર પ્રહાર ની આરતી કરવામાં આવી હતી.
મહાદેવજીના મંદિર શિખર પર સવારે ૧૦ ધ્વજારોહણ કરવામાં આવેલ જેમા ૧૦ જેટલી જુદી જુદી ધજા શિખર પર ચડાવામાં આવી હતી.
પાટણ બગેશ્વર મહાદેવ મંદિરમાં પણ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે મંદિર પરિસરમાં હિમાલયમાં બિરાજમાન મહાદેવની આંગી દર્શન તથા મંદિર ગર્ભગૃહમાં શ્રીરામ દ્વારા સ્થાપિત, બાર જ્યોતિર્લીંગ અને ભારતનાં ચાર ધામ પૈકીનું રામેશ્વર મહાદેવ જ્યોર્તિલિંગની આંગીનાં દર્શન માટે વહેલી સવારથી જ ભાવિક ભકતો ની કતાર લાગી હતી.વૈદિક નદીમાં સરસ્વતીના પાવન તટે નિર્મિત શ્રી આનંદેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવજીની વિશેષ આંગી, પાલખી યાત્રા સાથે મહાઆરતી તથા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવેલ હતું.