ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષમાં ડોગ બાઈટના અધધ 20 લાખ કેસ નોંધાયા છે અને આ વર્ષે 2 લાખ થી વધુ નોંધાયા છે એટલે રાજ્યમાં રોજના 700થી વધુ ડોગ બાઈટનો શિકાર બને છે. શ્વાન કરડવાની યાદીમાં ગુજરાત પાંચમા ક્રમે છે
રાજ્યમાં 1 વર્ષમાં ડોગ બાઈટના કેસમાં 40 ટકાનો વધારો થયો છે. જોકે બીજી બાજુ, ગુજરાતમાં 2021, 2022 અને 2023માં ડોગ બાઈટની સંખ્યામાં ઘટાડો થયો છે. વર્ષ 2018, 19 અને 20માં 4 લાખથી વધારે ડોગ બાઈટના કેસ હતા, જેની સામે આ વર્ષે કેસ 2 લાખને પાર થતા થોડી ચિંતા વધી છે. ત્યારે રાજ્યમાં વિવિધ મહાનગરો અને પાલિકાઓએ આ મામલે ચોક્કસથી કામગીરી કરવાની જરૂર છે.