તહેવારોની સિઝન શરૂ થઇ ગઈ છે અને દિવાળી ટાણે તંત્ર પણ એક્શનમાં મોડમાં આવ્યું છે. ત્યારે રાજકોટ એસટી વિભાગે 38 જેટલા ટિકીટ વગર યાત્રીઓને પકડી પાડ્યા છે. તહેવારોમાં મુસાફરીને વધુ સારી બનાવા તાપસ હાથ ધરી હતી.
રાજકોટ એસટી તંત્રના વિજિલન્સ વિભાગે અચાનક બસોમાં ચેકીંગ હાથ ધરતા ટિકીટ વગર મુસાફરી કરતા 38 લોકોને પકડી પાડ્યા હતા, અને યાત્રીઓ પાસેથી અંદાજિત 16 હજાર થી વધુનો દંડ વસુલ્યો હતો અને આ ગેરરીતિમાં 4 કન્ડક્ટરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. દિવાળીના તહેવારને લઈને ચેકીંગ સ્ક્વૉડ દ્વારા એસટી બસમાં ઓચિંતું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.