અમદાવાદના કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા બે મોટા ગજાના વેપારીઓને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો છે. આવકવેરા વિભાગની ટીમોએ શહેરના બે કેમિકલના મોટા વેપારીને ત્યાં તપાસ હાથ ધરી છે. બ્લીચ કેમિકલ અને ધારા કેમિકલ પર આવકવેરા વિભાગની ટીમોએ તવાઈ બોલાવી છે.
આવકવેરા વિભાગની ટીમોએ 20થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. શહેરમાં 20થી વધુ સ્થળો પર 100થી વધુ અધિકારીઓની ટીમ ત્રાટકી છે. એક સાથે 20થી વધુ સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવતા શહેરના અન્ય જ્વેલર્સ, બિલ્ડરો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે.
આયકર વિભાગની ટીમે કેયુરભાઈ શાહ સહિત કેમિકલના અનેક વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી છે. અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં તપાસના અંતે મોટા બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતા છે.
અમદાવાદના જાણીતા બ્લીચ કેમિકલ અને ધારા કેમિકલ પર સકંજો કસાયો છે. શહેરમાં 20થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આશરે 100થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે. આ દરોડાના અંતે મોટી માત્રામાં કાળુનાણું બહાર આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.