રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટેડ કોલેજનાં અધ્યાપકો માટે મહત્વનો લેવાયો છે. જેમાં રાજ્યની બિન સરકારી અનુદાનિત કોલેજોમાં અધ્યાપક સહાયકની પાંચ વર્ષ સુધી માનદ વેતનથી ભરતી કરવા તથા પાંચ વર્ષ સુધી સંતોષકારક કામગીરી બાદ છઠ્ઠા વર્ષથી મળવાપાત્ર પગાર ધોરણનાં લાભો આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં બઢતી, ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળશે.
બિનસરકારી ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકોની ફિક્સ પે ની સેવાઓને સળંગ ગણાશે. ફિક્સ પે વખતના પાંચ વર્ષના સમયગાળાને શરતોને આધિન ગણતરીમાં લેવાશે. પ્રમોશન , સિનિયોરીટી , હાયર સ્કેલ અને નિવૃત વિષેયક લાભો માટે ફિક્સ પે ના પાંચ વર્ષને પણ ગણતરીમાં લેવાશે.