અમદાવાદના રેલવે તંત્રમાં અદભુત કિસ્સો બહાર આવ્યો છે. અમદાવાદમાં એક જ નામના બે રેલવે સ્ટેશનથી મુસાફરો મૂંઝવણમાં મુકાય છે, વાત એવી છે કે અમદાવાદમાં સાબરમતી નામના બે રેલવે સ્ટેશન છે. જેમાં એકનું નામ સાબરમતી જંકશન (Sabarmati Junction ) અને બીજાનું નામ સાબરમતી બ્રોડગેજ (Sabarmati Broad Gauge) છે. એટલે બંનેના નામ એકસરખા હોવાથી મુસાફરો, રિક્ષા ચાલકો મુશ્કેલીમાં મુકાય છે
અમદાવાદના રેલવે સ્ટેશન પરથી દેશમાં બધી જગ્યા એ જવાનો લાભ મુસાફરોને મળે છે. માહિતી મુજબ એક સાબરમતી રેલવે સ્ટેશન રાણીપ પાસે આવેલું છે અને બીજું સાબરમતી રેલવે સ્ટેશન ધર્મનગર પાસે આવેલું છે. સાબરમતી JN એટલે કે સાબરમતી જંકશન (Sabarmati Junction ) રેલવે સ્ટેશનથી ઓળખાય છે તો બીજા રેલવે સ્ટેશનને સાબરમતી BG (Sabarmati Broad Gauge) એટલે કે સાબરમતી બ્રોડગેજ રેલવે સ્ટેશન તરીકે ઓળખાય છે.
અમદાવાદમાં બે સાબરમતી રેલવે સ્ટેશન હોવાથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મહત્વની બાબત એ છે કે એક સ્ટેશનથી સૌરાષ્ટ્ર તરફ ટ્રેન જાય છે અને બીજા સાબરમતી રેલવે સ્ટેશનથી રાજસ્થાનની ટ્રેન જાય છે અને બીજું કે બંને સ્ટેશન વચ્ચે સ્ટેશનનાં બોર્ડ ઉપર પણ કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. જેના લીધે રાજસ્થાનના મુસાફરો સૌરાષ્ટ્ર વાળા સ્ટેશને અને સૌરાષ્ટ્ર વાળા મુસાફરો રાજસ્થાન ના સ્ટેશને પહોંચી જાય છે. એટલે આ સમસ્યાનો અંત કરવા લોકોમાં બંને માંથી કોઈ એક સ્ટેશનનું નામ બદલવાની લોકો માંગ કરી રહ્યા છે