- દોગલી રાજનીતિનો આક્ષેપો કરવામાં આવ્યા
- ભાજપ જો મધ્યપ્રદેશમાં મહિલાઓને પ્રતિ મહિને ₹1,000 આપી શકે છે તો ગુજરાતમાં શા માટે નહીં?: રેશ્મા પટેલ
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલે એક મહત્વપૂર્ણ મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે. મધ્યપ્રદેશમાં પહેલાથી જ ભાજપ સરકાર મહિલાઓને પ્રતિ મહિને ₹1,000 આપી રહી છે. જ્યારે અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતની મહિલાઓને ₹1,000 ની સન્માન રાશિ આપવાની વાત કરી હતી, ત્યારે ભાજપના લોકોએ તેને રેવડી કહી હતી. આજે નવા સમાચાર મળ્યા હતા કે રાજસ્થાનમાં ભાજપ સરકાર ₹450ના સસ્તા ભાવમાં ગેસ સિલિન્ડર આપવા જઈ રહી છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, આ દુઃખની વાત છે કે ગુજરાતની મહિલાઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. ગુજરાતના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી. 156 સીટો જીતાડીને વિધાનસભામાં મોકલનાર ગુજરાતની મહિલાઓ સાથે અન્યાય કરવાવાળી ભાજપ સરકારની આ દોગલી નીતિ છે. હું ગુજરાતની મહિલાઓને કહેવા માગું છું કે જાગો અને જુઓ કે તમે જે ભાજપના લોકોને વોટ આપ્યો તેઓ આપની સાથે શું કરી રહ્યા છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર મહિલાઓને જે યોજનાઓના લાભ આપી રહી છે તે યોજનાઓનો લાભ ગુજરાતમાં શા માટે નથી મળી રહ્યો? હું સરકારને કહેવા માંગીશ કે આવી દોગલી રાજનીતિનો આક્ષેપો કરવામાં આવ્યા છે.