ICSE ISC Results 2024:કાઉન્સિલ ફૉર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE) એ આજે સોમવારે (06 મે) સવારે 11 વાગ્યે ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર કર્યા છે. વિદ્યાર્થીઓ CISCE ની સત્તાવાર વેબસાઇટ cisce.org પર પરિણામ જોઈ શકે છે.
આ વર્ષે કુલ 99.47 ટકા વિદ્યાર્થીઓએ CISCE 10મું ધોરણ પાસ કર્યું છે. જ્યારે ધોરણ 12માં 98.15 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. બોર્ડે કહ્યું છે કે આ પરિણામમાં પણ છોકરાઓ કરતા છોકરીઓનું પ્રદર્શન સારું છે.
ICSE બોર્ડે cisce.org પર ICSE પરિણામ 2024 લિંક અને ISC પરિણામ 2024 લિંક સક્રિય કરી છે. પરિણામો જાહેર કરવાની સાથે, ICSE બોર્ડે cisce.org પરિણામો પર ટોપર્સ લિસ્ટ 2024, પાસની ટકાવારી સહિતની દરેક માહિતી આપી છે.
આ રીતે ચેક કરો પરિણામ
સ્ટેપ 1: સૌ પ્રથમ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટપર cisce.org જાઓ.
સ્ટેપ 2: હોમ પેજ પર ICSE કોર્સ સિલેક્ટ કરો.
સ્ટેપ 3: હવે લોગ ઈન ક્રેડેન્શિયલ જેમ કે ઇન્ડેક્સ નંબર, UID અને કેપ્ચા કોડ એન્ટક કરો.
સ્ટેપ 4: ‘ICSE Class 10th Result 2024’ અથવા ‘ISC Class 12h Result 2024’ સ્ક્રીન પર ઓપન થશે.
સ્ટેપ 5: તેને ચેક કરીને ડાઉનલોડ કરો.
સ્ટેપ 6: વિદ્યાર્થીઓ પરિણામની ડિજિટલ માર્કશીટ ડાઉનલોડ કરીને પ્રિન્ટઆઉટ લઈ શકે છે.