- પોલીસ દ્વારા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી
આઇ.પી.એસ. અધિકારી રાજન સુશ્રાના પત્નીએ કોઈપણ અગમ્ય કારણોસર ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા. અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. હાલમાં વલસાડ મરીન સિક્યુરિટીમાં રાજન સુશ્રા એસીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.
અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા શાંગ્રીલા બંગલોમાં રહેતા રાજન સુશ્રાના પત્નીએ આજે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા. ત્યારે આ બાબતે ઝોન 7 ડીસીપી તરુણ જણાવ્યું હતું કે, હજી સુધી આપાત પાછળનો કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
પોલીસ દ્વારા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજન સુશ્રા હાલમાં વલસાડ મરીન સિક્યુરિટીમાં એ.સી.પી તરીકે ફરજ બજાવે છે. અગાઉ તેઓ અલગ અલગ જિલ્લામાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. જોકે તેમની પત્નીએ આ પગલું કયા કારણોસર ભર્યું તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. આઇ.પી.એસ. અધિકારીના પત્નીના આપઘાતના મામલે પોલીસે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે.