ગુજરાતમાં ડ્રગ્સ ( gujarat drugs ) નો કાળો કારોબાર રોકાવવાનું નામ લેતો નથી. ભરૂચના અંકલેશ્વર GIDCમાંથી ફરી ડ્રગ્સ ઝડપાયો ડ્ગ્સનો મસમોટો જથ્થો. અંલેશ્વર જીઆઈડીસીને એક કંપનીમાંથી 250 કરોડનો ડગ્સનો જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઈ. અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝમાંથી 250 કરોડનું ડ્રગ્સ બરામાત થયું. આ સાથે જ પોલીસે 3 આરોપીઓની પણ ધરપકડ઼ કરી લીધી છે. ઉલ્લેખનીય છેકે, એક સપ્તાહ પહેલાં આવકારમાંથી 5 હજાર કરોડનું કોકેન ઝડપાયું હતું.
થોડા દિવસ અગાઉ સુરતના વેલેન્જામાં મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયા હતા. જેને લઇ તાજેતરમાં હર્ષ સંઘવીએ એક કાર્યક્રમમાં વાત કરી હતી. જેમાં તેઓએ વેલેન્જામાંથી ડ્રગ્સ ઝડપાવા અંગે બોલ્યા હતા. તેઓએ જણાવ્યું હતુ કે સુરત પોલીસને ડ્રગ્સ ઝડપી પાડવામાં સફળતા મળી છે.
પોલીસે કંપની સંચાલક વિશાલ પટેલ સહિત અન્ય બે આરોપીઓને દબોચ્યા
પોલીસે દરોડા દરમ્યાન 14.10 લાખનું MD ડ્રગ્સ, 427 કિલો અન્ય શંકાસ્પદ ડ્રગ્સને FSLમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યો છે. પોલીસે કંપની સંચાલક વિશાલ પટેલ સહિત અન્ય બે આરોપીઓને દબોચ્યા છે. પોલીસ તપાસમાં એ સામે આવ્યું છે કે આ કંપનીનો માલિક વિદેશમાં વસવાટ કરે છે.
અગાઉ આવકાર ડ્રગ્સ પ્રા. લિમિટેડ કંપનીમાંથી મળ્યું હતું 5 હજાર કરોડનું ડ્રગ્સ
અંકલેશ્વરમાં આવકાર ડ્રગ્સ પ્રા. લિમિટેડ કંપનીમાં સર્ચ દરમિયાન પોલીસને 518 કિલોગ્રામ કોકેઈન મળી આવ્યું છે, જેની કિંમત 5,000 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું હતું. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ખાનગી કંપનીમાંથી કોકેઈન મળી આવ્યું છે.તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ઝડપાયેલ દવા ફાર્મા સોલ્યુશન સર્વિસીસ નામની કંપનીની છે અને તે ગુજરાતના અંકલેશ્વરની અવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીની છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી અવસર એન્ટરપ્રાઈઝ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાયું. પોલીસે 14.10 લાખનું 141 ગ્રામ એ.ડી.ડ્રગ્સ કબજે કર્યું છે. અન્ય 427 કિલો ડ્રગ્સનો ( 400 kg drugs found from gujarat ) જથ્થો હાલ ચકાસણી અર્થે FSLમાં મોકલવામાં આવ્યો છે. પોલીસે કંપની સંચાલક વિશાલ પટેલ સહિત અન્ય 2 આરોપીઓની પણ ધરપકડ કરી છે. જ્યારે કંપનીનો માલિક વિદેશમાં હોવાની જાણકારી હાલ મળી રહી છે.
સુરત જિલ્લાના વેલંજામાંથી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે નશાના સોદા કરનાર ત્રણ લોકોની ધરપકડ કરી છે. એમની પાસેથી પોલીસે 2100 ગ્રામ એટલે કે બે કિલોથી પણ વધુ એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. સુરત પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ આરોપીઓ જે ડ્રગ્સ બનાવતા હતા તેના ચાર સ્ટેજ હોય છે હાલ જે ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો છે તે ક્યા સ્ટેજમાં છે તેની તપાસ એફએસએલના માધ્યમથી કરવામાં આવશે.
5 વર્ષમાં ગુજરાતમાં ઝડપાયું 93691 કિલો ડ્રગ્સ
રાજ્યમાંથી હજારો કિલો ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ત્યારે ભાજપ સરકાર વાહવાહી લૂંટે છે, પરંતુ પાછલા બારણે કેટલું ડ્રગ્સ વેચાતું હશે તે જનતાને મૂંઝવતો સવાલ છે. આજે ગુજરાત જાણે નશાખોરીનું એપી સેન્ટર બની રહ્યું હોય તેવુ ચિત્ર ઉપસ્યું છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 93691 કિલો ડ્રગ્સ, 2229 લીટર પ્રવાહી ડ્રગ્સ તથા 73163 ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા છે. આમ, ગુજરાત ડ્રગ્સ તસ્કરીનું સિલ્ક રૂટ બની રહ્યું છે.
ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો
મોંઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં વર્ષ 2018ના આંકડા પ્રમાણે રાજ્યના 17 લાખ 35000 પુરુષો ડ્રગ્સના બંધાણી જયારે 1 લાખ 85 મહિલાઓ ડ્રગ્સની બંધાણી છે. આ જ દર્શાવે છે કે, ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો છે
આ પણ વાંચો – રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લાના થરાદ-લુણાલ ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો