Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસું દસ્તક દેવા લાગ્યું છે. નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે. એ સાથે જ ગુજરાત ના કેટલાક વિસ્તારોમાં રીમ ઝીમ વરસાદ નું આગમન થઈ ગયું છે. જેને લઈને આગામી 24 કલાકમાં જ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા જોવાઈ રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠેથી ચોમાસું પ્રવેશ કરી રહ્યું છે. મુંબઈ અને મહારાષ્ટ્રમાં ચોમાસાના આગમન સાથે મુશળધાર વરસાદ થયો છે અને હવે આ શણગાર સાથે ચોમાસું ગુજરાત તરફ પણ આગળ વધી રહ્યું છે. જેને લઈને સૌરાષ્ટ્રના દરિયા કાંઠા ના વિસ્તારોમાં વરસાદ ઘેરાઈ રહ્યો છે. ગુજરાતભરમાં છૂટાછવાયા વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આ વર્ષે ચોમાસું ગત વર્ષ કરતા 10 થી 12 દિવસ વહેલું બેસી ગયું છે. પરંતુ ધોધમાર વરસાદ ના અભાવ થી લોકોને અસહ્ય ગરમી અને બફારાથી ત્રાસ થઈ રહ્યો છે.
રાજ્યમાં છેલ્લા 48 કલાક દરમિયાન 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં દોઢ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. તો પંચમહાલના મોરવાહડપમાં એક ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો. ગાંધીનગરના કલોલમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
તો આજે પણ આવી શકે છે વરસાદ
આજે 20 જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદ આવશે અને સાથે હળવો થી ભારે પવન ફૂંકાશે
ગત રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે અમરેલી જિલ્લામાં વાવણી લાયક વરસાદ થયો જેને લઈને ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી.
આગામી 12 કલાકમાં ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી જશે. ત્યારે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ આગામી 6 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી છે. સાથે જ અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લાઓમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામા આવી છે. 42 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે અન્ય કેટલાક જિલ્લાઓમાં હળવા થી ભારે વરસાદની પણ આગાહી છે.
આગામી 12 કલાકમાં ગુજરાતમા ચોમાસું આવશે
રાજ્યમાં 48 કલાકમાં ચોમાસું બેસી જવાની હવામાન વિભાગની નવી આગાહી આવી છે. આગામી 48 કલાકમાં ચોમાસું રાજ્યમાં દસ્તક દેશે. ચોમાસાની શરૂવાત ગાજવીજ સાથે થશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. તો આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે