રાજ્ય માં કોરોના પછી હાર્ટ એટેક Heart Attack ના કિસ્સાઓ મોત પ્રમાણ માં વધ્યા છે
મોટી ઉમર ના વ્યક્તિ ઓથી લઈને યુવાનો અને નાના બાળકો ને પણ હાર્ટ એટેક આવી રહ્યો છે
ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ગાંગોલ ગામના વતની અને એમબીબીએસ M.B.B.S. માં ડૉક્ટરી અભ્યાસ કરી રહેલ યુવાન ને હાર્ટ એટેક આવ્યો અને
ઊંઘ દરમિયાન જ મોત ને ભેટતાં બનાસકાંઠા Banaskantha જિલ્લામાં અરેરાટી વ્યાપી જવા પામી.
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ગાંગોલ ગામના વતની અને હાલ ભાવનગર મેડિકલ કોલેજમાં એમબીબીએસ M.B.B.S. ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા જીગરભાઈ અણદાભાઈ ચૌધરી (ઉ.વ. ૨૦) ગત રાત્રીના પોતાની હોસ્ટેલની રૂમમાં સુઈ ગયા બાદ આજે સવારે ૧૦.૦૦ કલાકે સહપાઠીઓએ તેને જગાડવાનો પ્રયાસ કરતા વિદ્યાર્થી જાગ્યો ન હતો.
જેના પગલે તેને તાત્કાલીક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો Bhavnagar Medical College
આ બનાવને લઈ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડયા હતા અને ભારે અરેરાટી મચી જવા પામી હતી.
જો કે, વિદ્યાર્થીના પરિવારજનો ને જાણ થતાં તાત્કાલિક ભાવનગર પહોંચી પીએમ કરવામાં આવેલ.
જોકે પીએમ માં મૃત્યુ હાર્ટ એટેક થયેલ હોવા નું જાણવા મળેલ.
બાદમાં તેનો મૃતદેહ માદરે વતન ગાંગોલ District Banaskantha taluka Deodar Gangol લવાતાં પરિવારજનોને એ ભારે હદયે વિદાય આપેલ.
વિશાળ સંખ્યામાં લોકો સ્મશાન યાત્રામાં જોડાયેલ.
રાજ્યમાં કોરોના બાદ સતત વધી રહેલા હાર્ટ એટેક અને તેનાથી થતાં દુખદ અવસાનના કેસ સામાન્ય જનતાની ચિંતા વધારી રહ્યા છે.
આશાસ્પદ તેમજ ડૉક્ટરી Doctor અભ્યાસ કરતો મૃતક યુવાન Jigar Anadabhai Chaudhari
નાની વયે હાર્ટ એટેક Hart Attack ના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.
કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો રોકાઈ રહ્યો નથી.
રાજ્ય દરરોજ સરેરાશ બે થી ચાર હાર્ટ અટેક Heart Atteck ના કિસ્સા બની રહ્યાં છે.
તો ક્યાંક સારવાર કે જરૂરી માહિતીના અભાવે તો ક્યાંક યુવાનો આમ નીંદ માં જ મોત ને ભેટી રહ્યા છે.
Read More : રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગના DGએ મહત્વના આદેશ કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંગાપોરમાં માઇક્રોન પ્લાન્ટની મુલાકાત લીધી