રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનાં થવાનાં કિસ્સામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે રાજકોટમાં હાર્ટ એટેકનાં 3 બનાવ સામે આવ્યા હતા. રાજકોટ શહેરમાં હાર્ટ એટેકથી 2 અને જીલ્લામાં હાર્ટ એટેકથી 1 વ્યક્તિનું મોત થવા પામ્યું હતું. આ બાબતે પોલીસે મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. તબીબનાં જણાવ્યા અનુસાર હાર્ટ-એટેકથીા મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગઈકાલે 48 વર્ષીય દેવાયત ધ્રાંગ્રાને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતક ખોખડદળ નદી પાસે આવેલ શિવધારા પાર્કમાં રહેતા હતા. દ્યારે 52 વર્ષીય જૈરામ બારૈયા રાત્રિના સમયે બેભાન થઈ જતા હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં મૃત જાહેર કરાયા હતા. મૃતક જસદણના દહીંસરા ગામના વતની હતા અને રાજકોટ ખાતે કુટુંબીને ત્યાં આવ્યા હતા.
રાજકોટ શહેર જીલ્લાનાં જસદણનાં દહીંસરામાં રહેતા 52 વર્ષીય જેરામભાઈ લક્ષ્મણભાઈ બારૈયા સાંજતે રાજકોટ ખાતે ભત્રીજા રસિકભાઈ બાવજીભાઈ બારૈયાનાં ઘરે મળવા ગયા હતા. જેરામભાઈ રાત્રે અચાનક બેભાન થઈ જતા તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મૃત્યું થયું હતું. પોલીસ દ્વારા ગુનો નોંધી મૃતદેહને પી.એમ. અર્થે ખસેડ્યો હતો.