હાલ રાજ્યમાં લગ્ન ગાળો ચાલુ થઇ ગયો છે, ત્યારે આ બધાની વચ્ચે લગ્ન પ્રસંગમાં બનેલી ચોરીની ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. હાલમાં રાજ્યમાં લગ્ન સિઝન પુરજોશમાં છે. ખરેખરમાં, અમદાવાદમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન મોટી ચોરી થઇ છે. અહીં ચોરોએ જાનૈયાઓ પાસેથી અંદાજિત દોઢ લાખના દાગીના ચોરી લીધા છે.
મળતા અહેવાલ પ્રમાણે, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આ ચોરીનો બનાવ બન્યો છે. રાજકોટથી જાન લઇને જાનૈયા અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં લગ્ન માટે આવ્યા હતા, જ્યારે લગ્ન પ્રસંગ તપોવન સર્કલ પાસે સ્થિત ફન પૉઇન્ટ ગાર્ડન રેસ્ટૉરન્ટમાં ચાલી રહ્યો હતો.
તમામ લોકો લગ્નમાં વ્યસ્ત હતા તે સમયે ચોરો તકનો લાભ લઈને એક મહિલાના સામાન માંથી 1.30 લાખના દાગીના ચોરી લીધા હતા, આ દાગીના લગ્નમાં પહેરામણી માટેના હતા. હાલ આ ચોરીની ઘટના અંગે ચાંદખેડા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.