- મુખ્યમંત્રીએ જાપાન Japan થી અધિકારીઓને આપી સૂચના
Gandhinagar news: રાજ્યમાં કોમસમી વરસાદના કારણે અનેક જગ્યાએ ખાના ખરાબી થઈ છે. કમોસમી વરસાદમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય ચૂકવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારોને 4 લાખ સહાયની જોગવાઇ કરી છે.
સહાયની જાહેરાત
અત્રે જણાવીએ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ Chief Minister Bhupendra Patel અત્યારે જાપાનની મુલાકાતે છે પરંતુ કમોસમી વરસાદ અંગે તાંગ મેળવી અધિકારીઓને સહાય અંગે સૂચના આપી છે. એક દિવસમાં કમોસમી વરસાદથી 24નાં મોત થયા છે.
24 લોકોના મૃત્યું
Gujarat રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે 24 લોકોના મૃત્યું થયા છે. વરસાદની સાથે વિજળી પડવાની ઘટનામાં 24 લોકોના મૃત્યું થયા છે. મહેસાણાના કડી,અમરેલીના જાફરાબાદ, બોટાદના બરવાળામાં વીજળી પડવાની ઘટના સામે આવી છે. ભરૂચ, સુરેન્દ્રનગર, સાબરકાંઠાના ઈડર, તાપી, દાહોદમાં વિજળી પડવાથી મૃત્યુની ઘટના બની છે. બાવળા, પાટણ, ખંભાળિયા, કાલોલ, વિરમગામમાં વીજળી પડવાથી મૃત્યુની ઘટના બની છે. મહેસાણામાં ઝાડ નીચે દબાઈ જતાં એક રિક્ષાચાલકનું પણ મોત નિપજ્યું છે.
Read More :
બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના પિતા લગધીર બાપાનું 102 વર્ષની જૈફ વયે નિધન
શિવરંજની પાસે લક્ઝરી બસે બાઈકને ટક્કર મારતા યુવતીનું મોત, મંગેતરનો બચાવ