આ પ્રસંગે ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ની ઉપસ્થિતિ માં અંતરિયાળ ગામોને શહેરથી જોડતી, મુસાફરોની સુવિધા માટે પૂરપાટ દોડતી નવીન 201 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું.
ગુજરાત એસ.ટી.ની ૨૦૧ નવી બસોના લોકાર્પણની ઐતિહાસિક ક્ષણ..
અંતરિયાળ ગામોને શહેરથી જોડતી, મુસાફરોની સુવિધા માટે પૂરપાટ દોડતી, નોકરીયાતોની સાથી, ગ્રામ્ય વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ શાળા સુધી પહોંચાડનાર મદદગાર, યાત્રીઓની હમસફર ગુજરાત એસ.ટી. આજે અકલ્પનિય વિકાસના સુવર્ણ તબક્કે ઊભી છે.
માનનીય મુખ્યમંત્રી Bhupendra Patel જીના માર્ગદર્શનમાં ગુજરાત એસ.ટી.નો ઐતિહાસિક વિકાસ થઈ રહ્યો છે.
સમયાંતરે એસ.ટી.ની સેવા અને સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે, અનેક નવી બસોનું ઉમેરણ થઈ રહ્યું છે, એસ.ટી. UPI જેવી પહેલ દ્વારા આધુનિક ટેકનોલોજી સાથે તાલ મિલાવી રહી છે અને બધી જ બાબતો એસ.ટી.ના વિકાસની ઉર્ધ્વગતિનું દર્શન કરાવે છે.
જન સામાન્ય માટે આશીર્વાદ એવી ગુજરાત એસ.ટી.દ્વારા મુસાફરોની સેવા માટે વધુ ૨૦૧ નવીન બસોને ગાંધીનગર ખાતેથી માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીના હસ્તે અર્પણ કરાઈ. જેમાં રૂ.૭૫ કરોડના ખર્ચે તૈયાર થયેલી ૨૦૧ બસોમાં ૧૭૦ સુપર એક્સપ્રેસ અને ૩૧ સ્લીપરકોચનો સમાવેશ થાય છે. જે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે