Gujarat Weather: સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અપાયું છે. જ્યારે ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઓરેન્જ અને ક્યાંક યલો એલર્ટ અપાયું છે. અમદાવાદમાં ભારે વરસાદની શક્યતાના પગલે યલો એલર્ટ અપાયું છે.
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અપાયુ રેડ એલર્ટ
4 સપ્ટેમ્બરના રોજ અમરેલી,ભાવનગર,અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ આજે ભરૂચ, સુરત સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ તરફ ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.
5 સપ્ટેમ્બરના રોજ કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
આ જિલ્લાઓ માટે યલો અલર્ટ આપ્યું છે
કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને ડાંગ.
આ પણ વાંચો – આગોતરા જામીન હોવા છતાં આરોપીની કરાઈ ધરપકડ, બેન્ચે ગુજરાત પોલીસ વિરુદ્ધ લીધા આવા પગલાં