Gujarat Today’s News
Surat Heavy Rain : રાજ્યમાં હવામાનની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. આ તરફ ડાયમંડ નગરી ગણાતા સુરતમાં પણ મેઘમહેર જોવા મળી હતી. સુરતના ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.Surat Heavy Rain વાસ્તવમાં ઉમરપાડામાં વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ સાથે અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. આ તરફ હજી આજે પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
વહેલી સવારથી ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ છે. Surat Heavy Rain ઉમરપાડામાં બે કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે જ્યારે ગઈકાલથી લઈને અત્યાર સુધીમાં ઉપરપાડામાં 14 ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે.
Surat Heavy Rain
ઉમરપાડાના અનેક વિસ્તારોમાં કેડસમા પાણા ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. ઉમરપાડાના અનેક લો લેવલ કોઝ વે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. Surat Heavy Rain ધાણવડ સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું થતાં સ્થિતિ વિકટ બની છે.
સુરતના ઉમરપાડામાં 4 કલાકમાં જ 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. Surat Heavy Rain 14 ઇંચ વરસાદને કારણે ઉમરપાડામાં જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જૂના ઉમરપાડા રસ્તાઓ પરની દુકાનોમાં પાણી ભરાયાં છે. આ સાથે લીમરવાણથી કદવાલી તરફ જતાં માર્ગ પર પાણી ફરી વળ્યા છે. Surat Heavy Rain ભારે વરસાદને કારણે ચારણી ગામથી તાબદા, ભૂતભેડા જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. આ સાથે અહીંની મોહન નદી અને વીરા નદી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. આ તરફ નદીઓના પાણી ઘૂસી જતાં અનેક ગામ હાલ સંપર્ક વિહોણા બન્યા છે.
આજે પણ રાજ્યમાં છે વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યનાં તમામ જીલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરોમાં વરસાદ પડશે. અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. આ સાથે સુરત, તાપી, ડાંગ અને ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે