સેકડો જિંદગીઓને હરનાર મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ મામલે દિવાળી પહેલા મહત્વના સમાચાર આવ્યા છે.
ઝૂલતા પુલ દુર્ઘટનાના જવાબદાર આરોપી ઓરેવા કંપની ( Oreva Company )ના માલિક જયસુખ પટેલની ( Jaysukh Patel ) દિવાળી જેલમાં જ વિતશે.
ગુજરાત હાઈકોર્ટે જામીન અરજીની સુનાવણી દિવાળી ( Diwali ) વેકેશન પછી કરવાનો નિર્ણય કર્યો છે.
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. અને આ દુર્ઘટના માટે પ્રત્યક્ષદર્શિ રીતે તેનું મેનેજમેન્ટ કરતી ઓરેવા કંપની જવાબદાર ગણવામાં આવી.
જેને લઈને પોલીસ દ્વારા ઓરેવા કંપની ( Oreva Company )ના માલિક જયસુખ પટેલની ( Jaysukh Patel ) ધરપકડ કરવામાં આવી
ત્યારે જયસુખ પટેલના વકીલ દ્વારા માગ કરવામાં આવી કે, જ્યાં સુધી જયસુખ પટેલને નિયમિત જામીન ન મળે ત્યાં સુધી હંગામી જામીન આપવામાં આવે.
જો કે, આ જમીન અરજીનો 135 જેટલા મૃતકોના પરિવારજનોએ વિરોધ કર્યો હતો.
સાથે જ ગુજરાત હાઈકોર્ટ ( Gujarat High court ) દ્વારા જયસુખ પટેલની હંગામી જામીન અરજી અને નિયમિત જામીન અરજીની સુનાવણી દિવાળી વેકેશન ( Diwali Vacation ) પછી કરવાનો નિર્ણય જાહેર કર્યો
જેને લઈને ઓરેવા કંપનીના સંચાલક અને મોરબી ઝુલતા પુલ દુર્ઘટના ( Morbi suspension bridge disaster ) કેસમાં આરોપી જયસુખ પટેલની દિવાળી જેલમાં થશે એવું નિશ્ચિત થયું.
આમ જોઈએતો હાઇકોર્ટ નું આવું આકરું વલણ ભ્રષ્ટ્રાચારી અધિકારીઓ અને અમુક લોકોને ખટકી રહ્યું છે
જ્યારે મૃતકોના પરિવારજનોએ આ નિર્ણય ને સ્વીકારી દુર્ધટના માટે જવાબદારો ને સખત માં સખત સજા થાય તેવી લાગણી વ્યક્ત કરી છે.
તમને જણાવી દઈએ કે, મોરબીની આ ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 જેટલા લોકોના મોત થયા અને ન જાણે કેટલાય લોકો ધાયલ થયા હતા.
Read More :
શું દિવાળી પર ફટાકડા ફોડી શકાશે? સુપ્રીમ કોર્ટે બહાર પાડ્યો મોટો આદેશ