Gujarat High Court Recruitment : સરકારી નોકરીની (Government Exam) તૈયારી કરી રહેલા યુવાનો માટે કેન્દ્ર સરકારમાં નોકરી કરવાની તક આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) સ્ટેનોગ્રાફરની 244 (Stenographer) અને ટ્રાન્સલેટરની 16 (translator) પોસ્ટ માટે ભરતીની જાહેરાત (Recruitment) કરવામાં આવી છે. જેમાં ખુબ જ સારો પગાર પણ ગુજરાત હાઇકોર્ટ ઓફર કરી રહી છે.
સરકારી નોકરીની તૈયારીઓ કરી રહેલા યુવાનોને ચૂંટણીના કારણે લાંબો સમય રાહ જોવી પડી રહી છે. જો કે દરમિયાન ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મોટી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. હાઇકોર્ટમાં સ્ટેનોગ્રાફરની 244 અને ટ્રાન્સલેટરની 16 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ક્લાસ-2 અને ક્લાસ-3 ની આ ભરતી માટે અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા છઠ્ઠી મેથી જ શરૂ થઇ ચુકી છે. ઉમેદવારો 26 મે સુધી ફોર્મ ભરી શકશે. જે ઉમેદવારો ફોર્મ કરવા ઇચ્છતા હોય તેઓ આ લિંક પર ક્લિક કરીને ફોર્મ ભરી શકશે.
જરૂરી તારીખ
સ્ટેનોગ્રાફર ગ્રેડની પોસ્ટ માટે અરજી પ્રક્રિયા 6 મેથી શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 26મી મે નક્કી કરવામાં આવી છે.
વય મર્યાદા
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II ની પોસ્ટ માટે ઉમેદવારની વય મર્યાદા ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જોઈએ અને મહત્તમ વય મર્યાદા 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એ જ રીતે, અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-III ની પોસ્ટ માટે, લઘુત્તમ વય મર્યાદા 21 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 35 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને વયમાં છૂટછાટ આપવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત:
- અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II (વર્ગ-II): માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત.
- અંગ્રેજી શોર્ટહેન્ડમાં ઝડપ 120 શબ્દો પ્રતિ મિનિટ, કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાઓનું જ્ઞાન.
- અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ – III (વર્ગ-III): માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત.
- અંગ્રેજી લઘુલિપિમાં ઝડપ 100 શબ્દો પ્રતિ મિનિટ, કોમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન.
- અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II (વર્ગ-II): 21 થી 40 વર્ષ
- અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ – III (વર્ગ-III): 21 થી 35 વર્ષ
ફી:
- SC, ST, OBC (SEBC), EWS, PH, ભૂતપૂર્વ સૈનિક: રૂ. 750
- અન્ય તમામ ઉમેદવારો: રૂ. 1500
પરીક્ષા પેટર્ન:
- એલિમિનેશન કસોટી (ઉદ્દેશ પ્રકાર – MCQ): 100 ગુણ
- શોર્ટહેન્ડ/કૌશલ્ય કસોટી: 70 ગુણ
- ઇન્ટરવ્યુ: 30 માર્ક્સ
પગાર:
- અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II: રૂ 44,900- રૂ 1,42,400 પ્રતિ માસ
- અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-III (વર્ગ-III): રૂ 39,900- રૂ 1,26,600 પ્રતિ માસ
- જરૂરી દસ્તાવેજો
- તમામ જરૂરી શૈક્ષણિક પ્રમાણપત્રો
- ઉમેદવારનું આધાર કાર્ડ
- ઉમેદવારનું પાન કાર્ડ
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
સહી
ચાલુ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી વગેરે.
આ રીતે અરજી કરો:
- સત્તાવાર વેબસાઇટ hc-ojas.gujarat.gov.in પર જાઓ.
- ‘ઓનલાઈન અરજી કરો’ લિંક પર ક્લિક કરીને નોંધણી કરો.
- શૈક્ષણિક અને વ્યક્તિગત વિગતો દાખલ કરીને ફોર્મ ભરો.
- બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- ફોર્મ સબમિટ કરો. વધુ જરૂરિયાત માટે પ્રિન્ટઆઉટ રાખો.