ગુજરાતના શહેરોમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે તમામ શહેરોના કમિશનર અને શહેર પોલીસ વડાની અધ્યક્ષતામાં મહિનામાં એક વખત બેઠક બોલાવીને સમસ્યા અંગે ચર્ચા કરવાનો નિર્ણય લેવાયો છે.
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ટ્રાફિક રાહત માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ચાર મહાનગરોમાં ટ્રાફિકને લગતી સમસ્યાઓના નિરાકરણ માટે મહિનામાં એક વખત મિટિંગ કરવી ફરજિયાત રહેશે.
આ મુદ્દાઓ પર ચર્ચા
તમામ મ્યુનિસિપલ કમિશનરો અને શહેર પોલીસ વડાઓની અધ્યક્ષતામાં ફરજિયાત બેઠક યોજવાની છે. જેમાં ટ્રાફિકની સમસ્યા, રખડતા ઢોર, જોખમી અકસ્માતોના કારણો અને તેના નિવારણ અંગે ચર્ચા કરવામાં આવનાર છે. આ માટે તમામ શહેરોના કમિશનર અને શહેર પોલીસ વડાની અધ્યક્ષતામાં મહિનામાં એક વખત બેઠક બોલાવીને સમસ્યા અંગે ચર્ચા કરવાનો નિર્ણય લેવાયો છે.
મહાનગરના બ્લેક પોઈન્ટ અને ડાયવર્ઝનને કારણે સર્જાયેલી સમસ્યાની પણ ચર્ચા થવાની છે. કોઈપણ સમસ્યા હોય તો તેને તાત્કાલિક ઉકેલવા સૂચના આપવામાં આવી છે. આ સાથે ગૃહ વિભાગ અને શહેરી વિકાસ વિભાગને દર મહિને રિપોર્ટ આપવાનો રહેશે.