રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા સ્વચ્છતા સફાઈ અભિયાન નો પ્રારંભ
૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/ ૨૦૨૪ દરમ્યાન જન અભિયાન યોજાશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર નજીક ના ધોળેશ્વર મહાદેવ મંદિરના સ્વચ્છતા સફાઈ અભિયાન માં સહભાગી થયા
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી Narendr Modi એ આ પવિત્ર ઉત્સવ ના સંદર્ભમાં તા.૧૪/૦૧/ ૨૦૨૪ થી તા.૨૨/૦૧/ ૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા સફાઈ માટે સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે.
ગુજરાત વડાપ્રધાનના આ આહવાનને ઝિલી લેવા પ્રતિબદ્ધ છે.
તદનુસાર રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા. ૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/ ૨૦૨૪ દરમ્યાન સફાઈ અભિયાન નું જન આદોલન હાથ ધરાયું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ Bhupendra Patel એઆ રાજ્યવ્યાપી અભિયાન માં રવિવાર, ૧૪ જાન્યુઆરી ,મકર સંક્રાંતિ ના દિવસે સવારે ગાંધીનગર નજીક ના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સામૂહિક સફાઈ દ્વારા સહભાગી થયા હતા.
તેમણે મંદિર પરિસર ની સફાઈ કરી હતી અને ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવજી ના દર્શન અર્ચન કર્યા હતા.
ગાંધીનગર ના મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તેમજ શહેર અને જિલ્લાના સંગઠન ના અગ્રણીઓ આ અભિયાન માં જોડાયા હતા.