Gujarat Live Update
Gujarat: ગુજરાતમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારે ગરમીને કારણે એક અધિકારી અને એક સૈનિકનું મોત થયું છે. નાલા ખાડી વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા ગયા હતા. તેઓ પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા, જ્યારે હીટસ્ટ્રોકના કારણે તેમની હાલત ખરાબ થવા લાગી.
ગરમીના કારણે સેનાના અધિકારીઓ અને જવાનોના મોત થયા હતા. સત્તાવાર સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું કે સૈન્યની ટુકડી ગુજરાતમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર ‘હરામી નાલા’ ખાડી વિસ્તારમાં પેટ્રોલિંગ માટે નીકળી હતી. પરંતુ પેટ્રોલિંગ દરમિયાન અતિશય ગરમીના કારણે સીમા સુરક્ષા દળના એક અધિકારી અને એક જવાનનું મોત થયું હતું. સૂત્રોનું માનીએ તો આ ઘટના શુક્રવારે આંતરરાષ્ટ્રીય સરહદ પર બની હતી. જેમાં એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અને એક હેડ કોન્સ્ટેબલને હીટ સ્ટ્રોક અને ડીહાઈડ્રેશન થયું હતું.
Gujarat
તમને જણાવી દઈએ કે બંને ‘ઝીરો લાઈન’ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેઓ બેભાન થઈ ગયા હતા. બીએસએફના બંને જવાનોને ભુજના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
Gujarat Monsoon : સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાની જમાવટ, સૌથી વધુ પડ્યો દ્વારકામાં