ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત બોર્ડની જાહેરાત મુજબ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ 2024 દરમિયાન લેવાશે.ધોરણ 10ની પરીક્ષાનો સમયે સવારે 10થી બપોરે 1.15 વાગ્યાનો રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડાન સચિવ એન.જી વ્યાસ દ્વારા જાહેર કરવામાં આવેલ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે. ધોરણ 10 (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની માર્ચ- 2024ની પરીક્ષા તારીખ 11/03/2024થી તારીખ 26/03/2023 દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની સત્તાવાર વેબસાઈટ WWW.GSEB.org પર મુકવામાં આવેલ છે.
ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષા 11મી માર્ચથી 22 માર્ચ દરમિયાન યોજાશે. જોકે, ધોરણ-12 પછી લેવાતા ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલના રોજ લેવાશે. આ ઉપરાંત ધોરણ 10 નો સમય પરીક્ષાનો સવારનો રહેશે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો પરીક્ષાનો સમય બપોર બાદનો રહેશે.
ગુજકેટની પરીક્ષા બીજી એપ્રિલ 2024 ના રોજ લેવાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ જાહેર કરાઈ છે. ગુજકેટમાં ચાર વિષયની પરીક્ષા લેવાશે. ભૌતિક વિજ્ઞાન , રાસાયણિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન અને ગણિતની પરીક્ષા લેવાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનિયરિંગ અને પેરા મેડિકલ શાખાઓમાં જવા માટે ગુજકેટની પરીક્ષા ખૂબ જ મહત્વની છે.
ગુજકેટની પરીક્ષા 02-04-2024 મંગળવારના રોજ સવારે 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી જિલ્લા કક્ષાના કેંદ્રો ખાતે યોજાશે.