Gujarat News : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ગામ ખાતે 75માં વન મહોત્સવની ઉજવણી અને હરસિદ્ધિ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું.
વન મહોત્સવની ઉજવણીના અવસરે મુખ્યમંત્રીના વરદ્હ્સ્તે પર્યાવરણ સંરક્ષણ પ્રેમીઓને ‘વન પંડિત પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યા હતા.
જેમાં વૃક્ષ ઉછેર અભિયાન અને હરિયાળું બનાસકાંઠા પ્રકલ્પ અંતર્ગત જિલ્લામાં 10 લાખથી વધારે વૃક્ષોના ઉછેર અને સંવર્ધન માટે બનાસકાંઠા જિલ્લામાં vssm સંસ્થાની ઉત્કૃષ્ઠ કામગીરીની નોંધ લઇને વન વિભાગ ગુજરાત સરકાર તરફથી દિયોદર ના નારણભાઈ યોગી ને સર્વોચ્ય “વન પંડિત પુરસ્કાર ૨૦૨૪” મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે એનાયત થયેલ.
આ ઉપરાંત, શ્રેષ્ઠ કાર્યપ્રણાલીથી પર્યાવરણ જતનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર વિવિધ તાલુકા અને ગ્રામ પંચાયતોને પ્રોત્સાહન રૂપે ચેક તેમજ પર્યાવરણના જતન માટે વિશેષ કાર્યો કરનાર નાગરિકો અને સંસ્થાઓને સન્માન પત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રકૃતિના સંવર્ધન અને જતન માટે જનજાગૃતિ કેળવાય તે આશયથી ગુજરાત વન વિભાગ અને ભારતીય ડાક વિભાગ દ્વારા સંયુક્ત પ્રયાસથી 75મા વન મહોત્સવ Van Mahotsav ની ઉજવણીના ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ વિશેષ કવર અને સિક્કાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી Narendra Modi એ ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે પર્યાવરણના જતન અને પ્રકૃતિના સંરક્ષણ માટે દેશભરમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે, જે અંતર્ગત ગ્રીન કવરમાં વધારો કરવાના સંકલ્પ સાથે આગામી માર્ચ મહિના સુધીમાં સમગ્ર રાજ્યમાં જનઆંદોલન સ્વરૂપે 17 કરોડ વૃક્ષો વાવવાનું ગુજરાતે લક્ષ્ય રાખ્યું છે. તેમણે આ અવસરે રાષ્ટ્રભાવનાને વધુ બુલંદ બનાવવાની નેમ સાથે વડાપ્રધાન Narendra Modi પ્રેરિત #HarGharTiranga અભિયાનમાં સહભાગી થવા સૌ નાગરિકોને આહવાન કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે Bhupendra Patel દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંઘવી ગામે કોયલા ડુંગર પર પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાના મંદિરના સાનિધ્યમાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા, મંત્રી કુંવરજીભાઇ બાવળિયા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાતના 23મા સાંસ્કૃતિક ઉપવન ‘હરસિદ્ધિ વન’નું લોકાર્પણ કરી 75મા અમૃત વન મહોત્સવ નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. Famous Harsiddhi Mata on Koyla Dungar at Ganghvi village in Devbhoomi Dwarka district
મુખ્યમંત્રીએ મુખ્ય પ્રવેશ દ્વાર, પ્રવેશ પરિસર, હરસિદ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટીકા, શ્રી કૃષ્ણ ઉપવન, શ્રી કૃષ્ણ કમળ વાટિકા વગેરે જેવા સાંસ્કૃતિક આકર્ષણો ધરાવતા હરસિદ્ધિ વનની મુલાકાત લીધી હતી તેમજ સેરેમોનીયલ ગાર્ડન ખાતે ક્રિષ્ન વડનું સ્થાપન કરીને સૌને હરિયાળા ભવિષ્યના નિર્માણ માટે વૃક્ષારોપણનો પ્રેરક સંદેશ આપ્યો હતો. 75th Van Mahotsav at Devbhoomi Dwarka in Chief Minister Bhupendrabhai Patel
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વન મહોત્સવના ઉત્સવને સંસ્કૃતિના મહાત્મય ઉજાગર કરવાના ઉમદા આશયથી સાંસ્કૃતિક વનોના નિર્માણની અનોખી પરંપરાની શરૂઆત કરાવી હતી.