ગુજરાત યુનિવર્સિટી બાદ GTU એપણ હવે તેની શિયાળુ સત્ર ની પરીક્ષા ઓનલાઇન લેવા નું જાહેર કર્યું છે.
GTU ના શિયાળુ સત્ર 2020 ની યુજી-પીજી માં સેમેસ્ટર 4,5,6,7,8 ની પરીક્ષાઓ ઓફલાઈન લીધા બાદ BE અને ઇજનેરી માં સેમેસ્ટર 1 અને 2 ની પરીક્ષાઓ ઓનલાઇન લેશે.
અમદાવાદ માં કોરોના નો કેર વધતા જતા GTU એ આ નિર્યણ ને યોગ્ય ગણી સેમેસ્ટર 1 અને 2 ની પરીક્ષાઓ ઓનલાઇન લેશે.
જોવા જઈએ તો GTU એ સેમીસ્ટર 4,5,6,7 અને 8 ની ઓફલાઈન પરીક્ષા લીધી હતી જે મુદ્દે વિદ્યાર્થીઓ માં ઘણો રોષ જોવા મળ્યો હતો.
GTU દ્વારા તેમ છતાં પણ ઓફલાઈન ના નિર્ણય ને કાયમ રાખવા માં આવ્યો હતો.
GTU સેમેસ્ટર 1 અને 2 ની પરિક્ષાઓ પણ ઓફલાઈન લેવા ની હતી પરંતુ શરૂઆત ના એક બે પેપર ઓફલાઈન આપ્યા બાદ સરકાર દ્વારા કોરોના થી બચવા નાઈટ કરફયૂ લગાવવા માં આવ્યું અને GTU એ આ નિર્ણય ને માન્ય ગણી પરીક્ષાઓ 16 એપ્રિલ સુધી મોકૂફ રાખી હતી અને 16 એપ્રિલ થી BE અને ડિપ્લોમા ઇજનેરી ના સેમિસ્ટર 1 ની પરીક્ષાઓ લેવા ની હતી તથા બીફાર્મ ના સેમિસ્ટર 1 ની પરીક્ષાઓ લેવા ની હતી અને અન્ય ઘણા કોર્સ ની પરીક્ષાઓ લેવા ની હતી.
પરંતુ વધતા જતા કેસો ને ધ્યાન માં લઇ GTU એ તમામ પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખી ને ઓનલાઈન લેવા નું સૂચન કર્યું છે.
જેના વિશે વધુ માહિતી તે બાદ માં આપશે.
પરીક્ષા ની વાત કરીએ તો જે કોર્સ ના પેપર 70 માર્કસ ના હોય છે તેમને 56 પ્રશ્નો જેમને 80 માર્કસ ના હોય છે તેમને 64 પ્રશ્નો જેમને 50 માર્કસ ના હોય છે તેમને 40 પ્રશ્નો જેમને 40 માર્કસ ના હોય છે તેમને 32 પ્રશ્નો એટેન્ડ કરવા ના રહેશે આમ એકંદરે 80 ટકા પ્રશ્નો ના જવાબ આપવા ના રહેશે.
પરિણામ 100 ટકા ના આધારે પ્રો રેટા મુજબ આપવા માં આવશે.
સમય ની વાત કરીએ તો જેટલા માર્કસ નું પેપર હશે તેટલો સમય તેમને મળશે.
અર્થાત્ 50 માર્કસ માટે 50 મિનિટ 70 માર્કસ માટે 70 મિનિટ તે રીતે.
આ અર્થે ટાઇમ ટેબલ GTU પોતાની વેબસાઈટ પર જાહેર કરશે.
આ પરીક્ષા વિદ્યાર્થીઓ કોઈ પણ ગેજેટ જેવા કે લેપટોપ, મોબાઈલ, ટેબ્લેટ થી આપી શકાશે.
જો કોઈ ટેકનિકલ ખામી સર્જાશે તો પરીક્ષા ઓફલાઈન લેવાશે.
અને પરીક્ષા અર્થે વિદ્યાર્થીઓ એ પ્રી ચેક ટ્રાયલ પરીક્ષા આપવાની રહેશે.