માસ પ્રમોશન મેળવેલા વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલી ન પડે એ માટે આગોતરૂ આયોજન શરૂ કર્યું છે, ગ્રાન્ટેડ Granted અને સરકારી government college કોલેજોના વર્ગમાં વધારો કરવામાં આવ્યો છે, ઉપરાંત નવી college ને માન્યતા આપવા માટે પણ તૈયારી દર્શાવી છે.કોરોનાને કારણે સૌથી વધુ અસર શિક્ષણ પર પડી છે, છેલ્લા બે વર્ષથી શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ education institute બંધ છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન Mass Promotion આપવામાં આવ્યું છે.
મહત્વપૂર્ણ છે કે આ વખતે માસ પ્રમોશન મેળવેલા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી કોલેજોમાં વિદ્યાર્થીઓનો ભારે ધસારો જોવા મળશે, ત્યારે વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે એ માટે GTU દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યુ છે.યુનિવર્સિટીના કુલપતિનું કહેવું છે કે, ” પહેલા ઓછી ફી ધરાવતી ગ્રાન્ટેડ કોલેજોના વર્ગા વધારવામાં આવશે અને બાદમાં સ્વનિર્ભર કોલેજોમાં private educational institutions વર્ગો વધારવાની કવાયત હાથ ધરવામાં આવશે.”
માસ પ્રમોશન મેળવેલા વિદ્યાર્થીઓનેે કોલેજમાં admission મેળવવા માટે મુશ્કેલી ન પડે એ માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ આગોતરૂ આયોજન શરૂ કર્યું છે. જેમાં GTU દ્વારા માસ પ્રમોશનને કારણે કેટલા વિદ્યાર્થીઓ વધશે અને કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે, તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.ગત વર્ષ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી gujarat technological university એ 45,000 વિદ્યાર્થીઓનેે પ્રવેશ આપ્યો હતો, તેની સામે યુનિવર્સિટી પાસે 65,221 બેઠકો હતી. આ વર્ષ 76,000થી વધારે બેઠકો છે અને જરુર પડે તો બેઠકો વધારવાની પણ GTUએ તૈયારી દર્શાવી છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268