GSEB Gujarat Board HSC result 2024 : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે 9 કલાકના ટકોરે ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આયવું. લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવ્યો. ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું. સવારે 9 કલાકે બોર્ડની વેબસાઈટ પરથી પરિણામ જાણી શકો છો. તમે ઘર બેઠા આ રીતે ઓનલાઈન તમારૂ પરિણામ ચેક કરી શકશો. વેબસાઈટ ઉપરાંત વોટ્સએપ પર પણ તમને પરિણામ મળી જશે. શિક્ષણ બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે બે પરિણામો જાહેર કરવામાં આવ્યું છે. બીજા મોટા સમાચાર એ પણ છે કે, ગુજકેટનું પરિણામ પણ આજે જ જાહેર થશે.
82.45 ટકા પરિણામ જાહેર
ગુજરાત બોર્ડના ઈતિહાસમાં પહેલાવીર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક જ દિવસે જાહેર કરાયું છે. સાથે જ ગુજકેટ નું પરિણામ પણ આજે જ જાહેર કરાયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધિ પાનીએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 31 હજાર વિદ્યાર્થીઓ હતા. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,000 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાયું છે.
ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં A1 અને A2 4382 વિદ્યાર્થીઓ
ધોરણ 12 સાયન્સનું સુરત જિલ્લાનું 85.56 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 328 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. આ સાથે 1844 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે, જે ગુજરાતમાં સૌથી વધુ છે. આ સાથે જ B1માં પણ 2931 અને B2માં 2994 વિદ્યાર્થીએ સૌથી વધુ ગ્રેડ મેળવ્યા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સુરત જિલ્લાનું 93.38 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં સૌથી વધુ સુરતના A-1માં 1703 અને A-2માં 7203 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. આ સાથે B1માં 9844, B2માં 10013 વિદ્યાર્થી છે.
સુરતમાં રત્નકલાકારની દીકરી હીરાની જેમ ચમકી
ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ-12ની પરીક્ષાના પરિણામ જાહેર થયાં છે. જેમાં સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરતાં પિતાની દીકરીએ ધોરણ 12 કોમર્સમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. પિતાની ટૂંકી આવકમાં પણ અથાક મહેનત કરીને એ-વન ગ્રેડ સાથે પરીક્ષા પાસે કરી છે. ત્યારે આગામી સમયમાં વિદ્યાર્થિનીએ ડેટા સાયન્સ એઆઈનો કોર્ષ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
રાજકોટમાં ખાણીપીણીની લારી ચલાવનારના દિકરાએ ધોરણ-12 કોમર્સમાં 98.77 ટકા મેળવ્યા
વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ જાહેર થયું છે. સાયન્સ (વિજ્ઞાન પ્રવાહ)માં મોરબી જિલ્લાનું સૌથી ઊંચું 92.80 ટકા જ્યારે છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું 51.36 ટકા પરિણામ જાહેર થયું છે.
ગુજરાત બોર્ડનું પરિણામ કેવી રીતે તપાસવું
- સૌ પ્રથમ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
- હોમ પેજ પર, ગુજરાત બોર્ડ પરિણામ લિંક પર ક્લિક કરો.
- લોગિન પેજ ખુલશે, અહીં તમારો સીટ નંબર એન્ટર કરો.
- ગુજરાત 12મા બોર્ડનું પરિણામ સ્ક્રીન પર ખુલશે, ચેક કરો.
- તેને ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ લો અને તેને તમારી સાથે રાખો.
- વોટ્સએપ પર ગુજરાત બોર્ડનું પરિણામ કેવી રીતે તપાસવું
- તમારા ફોન પર WhatsApp ખોલો.
- ટેક્સ્ટ મેસેજમાં GJ12SSeat_Number મોકલો.
- 6357300971 પર મેસેજ મોકલો.
- થોડા સમય પછી તમને તમારું પરિણામ SMS દ્વારા પ્રાપ્ત થશે.
ડિજીલોકર પર ગુજરાત બોર્ડનું પરિણામ કેવી રીતે તપાસવું
- સૌથી પહેલા digilocker.gov.in પર જાઓ.
- નોંધણી લિંક પર ક્લિક કરો.
- તમારો મોબાઈલ નંબર લખો અને ‘ચાલુ રાખો’ બટન દબાવો.
- તમારી ઓળખ ચકાસવા માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલ વન-ટાઇમ પાસવર્ડ દાખલ કરો.
- DigiLocker એપ્લિકેશનમાં નોંધણી કરવા માટે તમારું વપરાશકર્તા નામ અને પાસવર્ડ સેટ કરો.
- હવે, તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો.
- ઉપલબ્ધ નોંધણી વિકલ્પોમાંથી પસંદ કરો.
- તમારા નામ અને પાસવર્ડ સાથે DigiLocker માં લોગ ઇન કરો.
- ગુજરાત બોર્ડના પરિણામ માટે લિંક ખોલો.
- જરૂરી માહિતી દાખલ કરો.
- તમારી માર્કશીટ સ્ક્રીન પર દેખાશે.