- વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરવામાં આવી
- બાળકો, યુવાનો અને વડીલો તિરંગો લહેરાવતા જોવા મળ્યા
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને યુ.એ.ઈ.ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનો અમદાવાદમાં ભવ્ય રોડ શૉ
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા અમદાવાદ આવી પહોંચેલા યુ.એ.ઈ.ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સ્વાગત કરાયું હતું.
અમદાવાદ એરપોર્ટથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી Narendr Modi અને યુ.એ.ઈ.ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનો ભવ્ય રોડ શૉ યોજાયો હતો. રોડ શોમાં જોડાયેલા હજારો લોકોનું અભિવાદન બન્ને વૈશ્વિક નેતાઓએ ઝીલ્યું હતું.
રોડ શો દરમિયાન દેશનાં વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરવામાં આવી હતી. ગુજરાતી આતિથ્ય, ગરબાની રમઝટ, પરંપરાગત સંગીત અને નૃત્ય સહિતની પ્રસ્તુતિ કરાઈ હતી.
મહાનુભાવોને આવકારવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યા હતા. બાળકો, યુવાનો અને વડીલો તિરંગો લહેરાવતા જોવા મળ્યા હતા.