દિયોદર શહેરમાં ગજાનંદ યુવક મંડળ દ્વારા પરંપરાગત રીતે દરવર્ષે ગણેશ ઉત્સવ 2024 ની ધામધૂમ પૂર્વક ની ઉજવણી કરાય છે. આ વર્ષેપણ ganesha chaturthi 2024 ના દિવસે ગણપતિગણપતિના મંદિરે વિધિ વિધાન સાથે યજ્ઞ યોજાયો ગણપતિ બાપાની પૂજા અર્ચના કરાઈ જેનો લાભ પીરાભાઈ મનજીભાઈ પઢીયાર પરિવારે લીધેલ.
ત્યારબાદ માટીના બનાવેલ ગણેેશજીની પ્રતિમાની ર૭ મી ભવ્ય શોભાયાત્રા ગણપતિ મંદિરે થી પ્રસ્થાન કરી રબારીવાસ, દરબારગઢ, નીલકંઠ મહાદેવ મંદિર, જુના બસ્ટેન્ડ સહીત દીઓદરના રાજમાર્ગો પર ફરી ગણપતિ મંદિર પરત ફરેલ. મટકીફોડ નો કાર્યક્રમ યોજાયેલ. જેના ચડાવા સારા ગયેલ.
સૌએ ઉત્સાહપૂર્વર્ક ભાગ લઈ, મટકી ફોડી આનંદ માણેલ. શોભાયાત્રામાં રામલક્ષ્મણ, જાનકી, શિવ પાર્વતી, હનુમાનજી, નારદજી, ભારતમાતા, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સહિત ઝાંખી શોભાયાત્રા માં અન્ આકર્ષણ જમાવેલ. યુવાનો, બહેનો એ ગરબાના તાલે ઝુમી ઉઠેલ. ગણપતિ બાપા મારીયા ના નાદ સમગ્ર વાતાવર ભક્તિમય બનેલ.
વેપારીઓએ તમામ દુકાનો બંધ રાખી ગણેશ મહોત્સવમાં જોડાયેલ.શોભાયાત્રા બાદ આઝાદચોક મધ્યે ગણપતિબાપાનું સ્થાપન( ganpati sthapana vidhi 2024 ) કરવામાં આવેલ જ્યાં રોજ સાંજે આરતીબાદ મોડી રાત્રે ગરબાની રમઝટ જામી રહી છે.
આ પણ વાંચો – ગુજરાતના કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાંથી મળી આવ્યો હેન્ડ ગ્રેનેડ, તપાસમાં થયો આ મોટો ખુલાસો