વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં વડાપ્રધાન સહિત દેશ-વિદેશનાં મહેમાનો, ઉદ્યોગપતિ અમદાવાદ-ગાંધીનગર આવી રહ્યા છે. જેના લીધે એરપોર્ટ તેમજ એસજી હાઈવે પર ઉપર સતત વીવીઆઈપીનો આવરો જવરો રહેશે.
જેને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા તા. 9 થી 12 જાન્યુઆરી સુધી એરપોર્ટ સર્કલથી ડફનાળા તેમજ વૈષ્ણોદેવી તેમજ એસજી હાઈવે બાજુનાં રોડ પર વાહનો લઈને નીકળવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ બાબતે સફીન હસને કયું હતું કે, મંગળવારે વડાપ્રધાન તેમજ યુએઈનાં રાષ્ટ્રપતિનાં રોડ શોને લઈ એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ સુધી થવાનો છે. પરંતું રોડ શો ને લઈ એક પણ રસ્તો બંધ કરવામાં આવશે નહિ. ત્યારે વાહન ચાલકોને બે રોડનો ઉપયોગ કરવા જણાવ્યું છે
વૈકલ્પિક રૂટ તરીકે આ રોડનો ઉપયોગ કરવો
- નરોડાથી એરપોર્ટ થઈ ભદ્રેશ્વર થઈ સરદારનગર વાળા રોડનો ઉપયોગ કરવો
- વૈષ્ણોદેવીથી ઝુંડાલ થઈ તપોવન સર્કલ થઈ ગાંધીનગર જતા રોડનો ઉપયોગ કરવો
- પૂર્વ અમદાવાદના લોકો ગાંધીનગરથી આવવા જવા નાના ચિલોડાથી નરોડા થઈને મેમ્કો વાળા રસ્તાનો ઉપયોગ કરે