- ભુજમાં નવા એસટી બસ પોર્ટ ને ખુલ્લું મૂકી અને મોડી સાંજે સફેદ રણ ધોરડો પહોંચશે
- આવતી કાલે કચ્છના રણમાં આકાર લઈ રહેલા રીન્યુએબલ એનર્જી પાર્ક RE ની લેશે મુલાકાત
આજથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ Bhupendra Patel બે દિવસ કચ્છમાં છે. તેઓ આજે બપોર બાદ ભુજમાં નવા એસટી બસ પોર્ટ ને ખુલ્લું મૂકી અને મોડી સાંજે સફેદ રણ ધોરડો પહોંચશે. આજે પૂનમની ચાંદની રાત છે. વ્હાઈટ ડેઝર્ટ અને ફૂલ મૂન લાઈટ એ બે વચ્ચેનું સાયુજય અનોખું છે. એટલે ચાંદની રાત્રે તેઓ ટેન્ટ સીટીમાં રાત્રિ રોકાણ કરી ચાંદની રાત્રે સફેદ રણનું સૌંદર્ય માણશે.
ત્યારબાદ આવતી કાલે તેઓ કચ્છના રણમાં આકાર લઈ રહેલા રીન્યુએબલ એનર્જી પાર્ક RE ની મુલાકાત લેશે. કચ્છ હવે પ્રવાસન ક્ષેત્રે વિશ્વભરમાં જાણીતું થઈ ગયું છે એ જ રીતે હવે ગ્રીન ઊર્જા એટલેકે સોલાર અને વિન્ડ પાવર RE રીન્યુએબ્લ એનર્જીમાં પણ વિશ્વમાં નંબર વન તરફ બનવા જઈ રહ્યું છે.