Weather update : હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી સાથે જ રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે પરંતુ અમદાવાદ માંતો વાવાઝોડું છવાઈ ગયું છે
અમદાવાદના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે
અમદાવાદ શહેર અને આસપાસ ના વિસ્તારો માં વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં અચાનક ભારે પવન ફૂંકાયો છે.
એસજી હાઇવે, આશ્રમ રોડ, સીજી રોડ, ચાંદખેડા, બોપલ, બાપુનગર નરોડા, મણિનગર વગેરે અનેક વિસ્તારોમાં રોડ પર ધૂળની ડમરીઓ ઉડી હતી. શહેરના લગભગ દરેક વિસ્તાર માં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને સાથે વીજળી કડાકા ઓ કરી રહી છે
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે.
આજે ભારે પવન ના કારણે અનેક વિસ્તારો માં હોર્ડિંગ્સ અને પતરાં ઉડતા જોવા મળ્યા છે
દાહોદ જિલ્લામાં વરસાદ વરસ્યો
દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદ શહેરમાં કાળા ડીબાંગ વાદળો સાથે વાવાઝોડું જોવા મળ્યું હતું. દાહોદ શહેર ભારે પવન સાથે વાવઝોડું જોવા મળ્યું, સાથે જ કેટલાક વિસ્તારો માં બરફના કરા પડ્યા હતા. છાપરી કતવારા, રામપુરા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. દાહોદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો છે.