Gujarat News: અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં આવેલી મસ્તાન મસ્જિદ પાસેના મેટ્રો મેન્શન ફ્લેટમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. પાર્કિંગમાં લાગેલી આગમાં 39થી વધુ વાહનો બળીને ખાખ થઇ ગયા હતા. આગ લાગી હોવાની જાણ થતાં રહિશોમાં ભાગદોડ મચી ગઇ હતી. બનાવ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની 9 જેટલી ગાડીઓ બનાવ સ્થળે પહોંચી હતી. ભીષણ આગમાં જીવ બચાવવા માટે 200 જટેલા લોકો ધાબા પર ચડી ગયા હતા.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફતેવાડીના મેટ્રો મેન્શન ફ્લેટમાં આગની ઘટના બની હતી
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફતેવાડીના મેટ્રો મેન્શન ફ્લેટમાં આગની ઘટના બની હતી. બનાવ અંગે ફાયર વિભાગની ટીમને રાત્રે 3.30 વાગ્યાની આસપાસ જાણ થઇ હતી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની 9 જેટલી ટીમ બનાવ સ્થળે પહોંચી હતી. જોકે ફાયર વિભાગ પહોંચે એ પહેલા આગે વિકારળ રૂપ ધારણ કરી લીધુ હતું. આગની આ ઘટનામાં પાર્કિંગમાં રહેલા ટૂ-વ્હીલર, રિક્ષા સહિતના વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા.
ધાબા પર 200થી વધુ લોકો જીવ બચાવવા પહોંચ્યા હતા
આગના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગનો ધૂમાડો બીજા માળ સુધી પહોંચી ગયો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે ધાબા પર પહોંચી ગયા હતા. આગની ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. ધાબા પર 200થી વધુ લોકો જીવ બચાવવા પહોંચ્યા હતા.
ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને એક તરફ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરાયા હતા અને બીજી તરફ ધાબા પર ફસાઇ ગયેલા 200 લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને એક પછી એક તમામને સુરક્ષિત ધાબા પરથી નીચે લાવ્યા હતા. ફાયર વિભાગે સીડી વડે 10 લોકોને રેસ્ક્યૂ કર્યા હતા.