Ahemdabad News: ગુજરાતના અમદાવાદમાં રહેણાંક મકાન ખરીદવા માંગતા લોકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં અમદાવાદમાં રહેણાંક મકાનોની કિંમતમાં 13%નો વધારો થયો છે.
તેની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે.
સમાચાર મુજબ, 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે લિસસ ફોર્સના અહેવાલ મુજબ, અમદાવાદ શહેરમાં રહેણાંક મકાનોની કિંમતોમાં 13 ટકાનો વધારો થયો છે. અમદાવાદમાં રહેણાંક મકાનની સરેરાશ કિંમત પ્રતિ ચોરસ ફૂટ રૂપિયા 7,176 થઈ ગઈ છે.
તમને જણાવી દઈએ કે અમદાવાદના આંબાવાડી, બોડકદેવ, મેમનગર, વસ્ત્રાપુર, પાલડીમાં રહેણાંક મકાનોની કિંમતોમાં 26 ટકાનો વધારો થયો છે. જ્યારે શહેરના પૂર્વ વિસ્તારના મણિનગર, બાપુનગર, ઈસનપુર, નરોડા અને વસ્ત્રાલમાં મકાનોના ભાવમાં 12 ટકાનો વધારો થયો છે.
અમદાવાદમાં રહેણાંક મકાનની સરેરાશ કિંમત?
આંબાવાડી, બોડકદેવ, મેમનગર, વસ્ત્રાપુર, પાલડીમાં તૈયાર મકાનોની ચોરસ ફૂટ કિંમત 6500 રૂપિયાની આસપાસ છે.
સાયન્સ સિટી, ઘાટલોડિયા, ગોતા, થલતેજ, ભાડજમાં રહેણાંક મકાનની સરેરાશ કિંમત 7500 પ્રતિ ચોરસ ફૂટ છે.
મણિનગર, બાપુનગર, ઈસનપુર, નરોડા અને વસ્ત્રાલમાં જૂની સ્કીમમાં ઘરની સરેરાશ કિંમત 4500 ચોરસ ફૂટ છે.