છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક કૃષિને અપનાવીને આર્થિક ઉન્નતિની કેડી કંડારતા બનાસકાંઠાના રસાણા ગામના ખેડૂત ભગવાનભાઈ
ગુજરાતમા દિન-પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. રાજ્યમાં ૨૦ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ માટે અનેક પ્રયાસો હાથ ધરાયા છે. બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો પણ આ દેસી ગાય આધારિત ખેતીના જીવામૃત, બીજામૃત, વાફસા અને સહજીવી પાક એટલે કે મિશ્ર પાક પધ્ધતિને અપનાવીને એક સ્વસ્થ સમાજની સાથે વધુ આવક મેળવતા થયા છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રસાણા ગામના ખેડૂત ભગવાનભાઈ કુરશીભાઈ દેસાઈ છેલ્લા આઠ વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્રોત બન્યા છે. તેમણે પોતાના ખેતર પર પ્રાકૃતિક મોડલ ફાર્મ બનાવ્યું છે જેને તેઓ આવકનું એ.ટી.એમ ગણી રહ્યા છે. કારણ કે મોડલ ફાર્મ થકી તેમને સારી એવી આવક મળી રહે છે. પ્રાકૃતિક કૃષિ થકી તેમણે છેલ્લા આઠ વર્ષમાં પોતાના પરિવાર માટે આર્થિક ઉન્નતિની કેડી કંડારી છે. તેઓ જણાવે છે કે, તેમને સરકાર તરફથી દેશી ગાય નિભાવ અને મોડલ ફાર્મ સ્થાપવા માટે કુલ રૂ. ૪૫૯૦૦ ની સહાય મળી હતી અને વધુમાં ચાલુ વર્ષમા જીવામૃત, ઘન જીવામૃત, બનાવેલ હોવાથી રૂ.૬૦૦૦૦ સહાય મળવા પાત્ર થઈ છે.
ચાલુ વર્ષે તેમણે પોતાના ખેતરમા મગફળી, ફાલસા, આંબા અને સરગવાનું વાવેતર કર્યું છે. જેમાં તેમને રૂ.૫૨૫૬૦ ખર્ચની સામે ઉત્પાદન ચાલુ વર્ષથી થનાર છે અને મગફળીના પાકની પણ સારી એવી આવક મળશે તેમ તેઓ જણાવી રહ્યા છે. તાજેતરમાં આ ખેડૂતના ફાર્મની મુલાકાત જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે સહિતના અધિકારીએ લીધી હતી.સરકાર તરફથી દેશી ગાય નિભાવ અને મોડલ ફાર્મ સ્થાપવા માટે રૂ. ૪૫૯૦૦ની સહાય મેળવેલ છે તેઓ પોતાના મોડેલ ફાર્મને આવકનું એ.ટી.એમ ગણે છે કારણ કે આ ફાર્મ થકી તેમને સારી એવી આવક પ્રાપ્ત થાય છે
આ પણ વાંચો – અંબાજી ખાતે આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધા યોજાઈ, આ સ્પર્ધામાં 200 થિવ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો