હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં 9 અને 10 જાન્યુઆરી ના રોજ માવઠા ની આગાહી કરવામાં આવી છે. જેને લઈને બનાસકાંઠા ના ડિઝાસ્ટર વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટ યાર્ડ અને ખેતીવાડી માર્કેટ અને બાગાયત વિભાગને પત્ર જાહેર કરવામાં આવ્યો છે. કમોસમી વરસાદની આગાહી ને પગલે સરકારી તંત્ર એલર્ટ છે અને જિલ્લાના ખેડૂતો અને માર્કેટ યાર્ડ માં આ માવઠા થી નુકશાની ના થાય તે માટે ચેતવણી આપતો પત્ર મોકલ્યો છે.
આ પત્રથી બનાસકાંઠાના માર્કેટ યાર્ડો અને ખેડૂતો ના પેટમાં ફાળ પડી શકે છે, કારણકે આવો પત્ર અગાઉ જ્યારે મોકલાયો હતો ત્યારે માવઠા એ બનાસકાંઠા માં કાળો કેર વર્તાવેલ હતો. બનાસકાંઠા ડિઝાસ્ટર વિભાગ ના આ પત્ર માં કૃષિ પાકો ને સાચવણી કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે. જેમાં ખુલ્લામાં પડેલા પાકને ઢાંકી રાખવા સૂચન તેમજ અનાજનો જથ્થો સુરક્ષિત જગ્યાએ રાખવા સૂચન નો સમાવેશ થાય છે.
ઉપરોકત વિષયે જણાવવાનું કે, હવામાન વિભાગ, અમદાવાદના તા.૦૪/૦૧/૨૦૨૪ ના ઈ-મેઈલ પત્રની વિગતે અત્રેના જિલ્લામાં તા.૦૯/૦૧/૨૦૨૪ થી તા.૧૧/૦૧/૨૦૨૪ સુધી કમોસમી વરસાદની આગાહી હોઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ તેમજ ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજની બોરીઓ વરસાદથી પલળીને અનાજ બગડી ન જાય તેની સાવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, સબ સેન્ટરોમાં તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમ્યાન પલળી ન જાય તે અંગે આપની કક્ષાએથી સુચના અપાઈ જવા વિનંતી છે.