Gujarat News: રાહુલ ગાંધીની ભારત જોડોની યાત્રા પહેલા ગુજરાત કોંગ્રેસને એક બાદ એક ફટકો પડી રહ્યો છે. સોમવારે પ્રદેશ કોંગ્રેસના બે દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે રાજીનામું આપી દીધું છે. ત્યારે આજે જામનગરના અને 25 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા મુળુ કંડોરીયા પણ કોંગ્રેસનો હાથ છોડી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટો ભૂંકપ સર્જાયો છે.
કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ
કોંગ્રેસ પ્રદેશ પૂર્વ પ્રમુખ અને પોરબંદર કોંગ્રેસના MLA પદેથી અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યુ હતુ. આ સાથે રાજુલા બેઠકના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે પણ રાજીનામું આપ્યુ છે. આ બંને નેતાઓએ જાન્યુઆરીમાં કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ આમંત્રણ ઠુકરાવ્યુ હતુ. ત્યારે પાર્ટીના નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો હતો. તો ગઈકાલે નવાસરી કોંગ્રેસના ધર્મેશ પટેલે પણ કોંગ્રેસનો હાથ છોડ્યો હતો. ધર્મેશ પટેલ 2019માં નવસારીથી પાટીલની સામે લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે. આમ ગઈકાલે કોંગ્રેસને ત્રણ મોટા ઝટકા સહન કરવા પડ્યા હતા.