કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા
કોંગ્રેસના નેતાઓએ આ મોતને દારૂ કાંડ ગણાવી સરકાર પર હપ્તાખોરીના આકરા પ્રહાર કર્યા
દહેગામના લીહોડાની દારૂ કાંડની ઘટના સંદર્ભમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો છે કે આ કોઈ ગુનાહિત બેદરકારી નથી પરંતુ સરકારની હપ્તાખોરીની સિસ્ટમનું પરિણામ હોવાની વાત કરી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લઠ્ઠાકાંડ બનવા તે સામાન્ય બની ગયું છે. ત્યારે બોટાદમાં સર્જાયેલા કથિત કેમિકલ અને દારૂ કાંડમાં 45 લોકોના મરણ થયા હતા. નડિયાદના સીરપકાંડમાં પાંચ લોકોના મરણ થયા હતા. દહેગામના લિહોડામાં ઝેરી દારૂથી લોકોએ જીવ ગુમાવ્યા છે અને કેટલાક ગંભીર હાલતમાં છે. આમ આ ઉપરના કિસ્સાઓ સાબિત કરે છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પૂરતી છે . હકીકતમાં આ કિસ્સાઓમાં સરકારી હપ્તા ખોલીને કારણે લોકોની હત્યા થઈ છે.
તેમણે વધુમાં કહ્યું કે પહેલાં બોટાદમાં દારૂ કાંડ થયો જેમાં 45 કરતાં વધારે લોકોના મોત થયા, નડિયાદમાં સિરપરુપે દારૂ કાંડ થયો, જેમાં પાંચથી વધુ લોકોના મોત થયા. જ્યારે આજે દહેગામ તાલુકાના લિહોડા પંથકમાં કથિત દારૂ કાંડ થયો જેમાં બે લોકોના મોત થયા અને અનેક લોકો સારવાર લઇ રહ્યા છે. એક પછી એક આવા બનાવ સામે આવી રહ્યા છે એટલે એટલું સ્પષ્ટ છે કે ગુજરાતમાં દારૂબંધી નામની હોવાની વાત કરી છે.
કોંગ્રેસના નેતાઓએ આ મોતને દારૂ કાંડ ગણાવી સરકાર પર હપ્તાખોરીના આકરા પ્રહાર કર્યા છે. વાવના ધારાસભ્યે સરકાર અને પોલીસ પર હપ્તાખોરીના આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, દેશના ગૃહમંત્રીના હોમટાઉનમાં જ આવી ઘટનાઓ બનતી હોય તો રાજ્યના અન્ય જિલ્લામાં કેવી હાલત હશે. જ્યારે અમિત ચાવડાએ વધુમા જણાવ્યું છે કે, એક પછી એક આવા બનાવ સામે આવી રહ્યા છે એટલે એટલું સ્પષ્ટ છે કે ગુજરાતમાં દારૂબંધી છે, કાયદો છે પણ સરકારમાં નીચેથી ઉપર સુધી હપ્તાખોરીના કારણે ખુલ્લેઆમ દારૂ વેચાય છે. જો હપ્તા લેવાનું બંધ થાય તો કાયદાનો અમલ થાય ને…આ બેદરકારી નહીં, હપ્તાખોરીને કારણે થયેલી હત્યા હોવાની વાત કરી હતી.