કોરોના વાયરસે ફરી એકવાર વાપસી કરી છે. કોરોના વાયરસના નવા સબ-વેરિઅન્ટે વિશ્વમાં ફરી એકવાર ટેન્શન વધાર્યું છે. કોરોના વાયરસે ફરી એકવાર વાપસી કરી છે. કોરોના વાયરસના નવા સબ-વેરિઅન્ટે વિશ્વમાં ફરી એકવાર ટેન્શન વધાર્યું છે. ભારતમાં કેરળમાં આ વાયરસના કેસ સામે આવ્યા હતા. ત્યારે ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થતા આરોગ્ય વિભાગ સતર્ક થઈ જવા પામ્યું છે. આ બંને કેસ ગાંધીનગરમાં નોંધાયા છે. ગાંધીનગરમાં કોરોનાનાં બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતાનાં ભાગરૂપે મહિલાનાં સંપર્કમાં આવેલા તમામ લોકોનાં સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલ્યા છે.બન્ને દર્દીઓ હોમઆઇસોલેશન હેઠળ છે
કોરોનાં પોઝિટિવ આવેલ બંને વ્યક્તિ દક્ષિણ ભારતનાં પ્રવાસે ગયા હોવાનું પણ પૂછપરછમાં સામે આવ્યું છે. કોરોનાં પોઝિટિવ આવેલ બંને મહિલે સેક્ટર-6 નાં રહેવાસી છે. સેમ્પલ લઈ જીનોમ સિકવન્સ માટે મોકલી આપવામાં આવ્યા છે ભારતમાં કોવિડ-19ના કેસમાં થયેલા વધારા અને JN.1 વેરિઅન્ટના પ્રથમ કેસની શોધને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ તાજેતરમાં રાજ્યોને એક એડવાઇઝરી જારી કરી છે. રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત દેખરેખ રાખવા વિનંતી કરવામાં આવી હતી. રાજ્યોએ નિયમિતપણે જિલ્લાવાર SARI અને ILI કેસોની જાણ કરવી પડશે અને તેનું નિરીક્ષણ કરવું પડશે. રાજ્યોને મોટી સંખ્યામાં RT-PCR પરીક્ષણો સહિત પર્યાપ્ત પરીક્ષણ સુનિશ્ચિત કરવા સલાહ આપવામાં આવી હતી.