ગુજરાતમાં ગરમી ની સ્થિતિ ભયાનક સ્તરે છે. ગુજરાતના મોટાભાગના જિલ્લામાં તાપમાન 45 ડિગ્રી ની ઉપર પહોંચ્યું છે. જ્યારે હવામાન વિભાગે પણ ભયાનક ગરમીને લઇને પાંચ જીલ્લામાં રેડ એલર્ટ તો અન્ય વીસ જીલ્લા માં યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે પણ હજુ આગામી પાંચ દિવસ હિટવેવ ની આગાહી કરતા રેડ એલર્ટ આપ્યું છે. જેને લઈને વાતાવરણ હજુ ભયાનક બનવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
રાજ્યમાં આગામી 5 દિવસ (heatwave) ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હવામાન વિભાગના (weather department forecast) જણાવ્યા મુજબ, 24 કલાક માટે અમદાવાદ (red alert in Ahmedabad) અને ગાંધીનગરમાં રેડ એલર્ટ (red alert in Gandhinagar) રહેશે. અમદાવાદ, ગાંધીનગર 46 ડિગ્રી સૌથી વધી તાપમાન રહ્યું છે. દીવ, ભાવનગર, કચ્છ, બોટાદ, સુરેન્દ્રનગર હિટવેવ વધુ રહેશે. વડોદરા અને છોટા ઉદેપુર હિટવેવ રહેશે. 100 વર્ષમાં વર્ષ 2016માં 20 મે અમદાવાદનું 48 ડિગ્રી તાપમાન રહ્યું હતું.વર્ષ 2016 બાદ શહેરમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં 46.6 ડિગ્રી નોંધાઇ હતી. રાજ્યના મોટાભાગના જિલ્લામાં 45ને પાર તાપમાન પહોંચ્યું છે. હવામાન વિભાગે પણ ગરમીન લઇને પાંચ જિલ્લામાં રેડ એલર્ટ તો અન્ય 20 જિલ્લામાં યલો એલર્ટ (yellow alert) આપ્યું છે.
કાળઝાળ ગરમીના પગલે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે. હીટવેવના પગલે ગુજરાતમાં તમામ કોચિંગ ક્લાસ પાંચ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવામાન વિભાગે પણ હજુ આગામી પાંચ દિવસ હિટવેનની આગાહી કરતા રેડ એલર્ટ આપ્યું છે, ત્યારે આ સમયે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા કરતા ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને મહત્વનો નિર્ણય લેતા આગામી 5 દિવસ રાજ્યમાં કોચીંગ કલાસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
ગુરૂવારે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ સિટી રહ્યું. અહીં સરેરાશ વિસ્તારો માં 46.6 ડિગ્રીના તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 127 વર્ષમાં 5મી વખત તાપમાન આ સ્તરે પહોંચ્યો છે. હાલની ગરમીમાં બેભાન થઈ જવું, હીટસ્ટ્રોક લાગવો, વોમેટિંગ સહિતના કેસ વધ્યા છે. અતિશય ગરમીને લોકો હવે સહન નથી કરી શક્તાં નથી. આ કાળઝાળ ગરમીમાં લોકો માટે બહાર નીકળવું મુશ્કેલીભર્યું બન્યું છે. તબીબોની સલાહ મુજબ, કામ વગર ગરમીમાં નીકળવાનું ટાળવું જોઈએ
ગુજરાત સહિત સાત રાજ્યોમાં પાંચ દિવસ રેડએલર્ટ:
- હિટવેવના કારણે ત્રાહિમામ, અમદાવાદમાં પારો ૪૬ને પાર
- અમદાવાદ દેશનું ૮મું સૌથી ગરમ શહેર, સવારથી જ પરસેવો છોડાવતી ગરમી,
- ૧ કલાકમાં ૩ ડિગ્રી વધી, સૂર્યાસ્ત બાદ ગરમ પવન અકળાવશે
- અસારવા સિવિલ હોસ્પિટલમાં ગરમીથી ૨ લોકોના મોત,
- સિવિલ હોસ્પિટલમાં ૪૧ દર્દીઓ દાખલ, જેમાં ૧૦ લોકોની સ્થિતિ ગંભીર
હીટવેવને લીધે ગુજરાતનો 80 ટકા વધુ વિસ્તાર અગનભઠ્ઠીમાં ફેરવાયો છે. હજુ એક સપ્તાહ સુધી કાળઝાળ ગરમીથી રાહત મળે તેવા કોઈ સંકેત નહીં.. હજુ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો થઈ શકે તેવી આગાહી છે. કચ્છ-સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ તો ચાર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ, તો દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને ગીર સોમનાથમાં ગરમીનું યલો એલર્ટ છે. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ છે. જેમા બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીનો સમાવેશ થાય છે.
2013 ના વર્ષમાં 1100 જેટલાં લોકોના હિટવેવથી મોત
2013 ના વર્ષમાં પણ અમદાવાદ ખાતે અતિશય ગરમીનું વાતાવરણ થયું હતું અને 2013 ના વર્ષમાં હિટવેવથી 1100 જેટલાં લોકોના મોત થયેલા છે અને ત્યારે કાળો કેર વર્તાયો હતો.
અમદાવાદના એયરપોર્ટ વિસ્તારમાં સૌથી ઉંચું તાપમાન નોંધાયું છે. એયરપોર્ટ વિસ્તારમાં 47.3 સેલ્સિયસ ગરમી નોંધાઇ છે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ શહેરના અન્ય વિસ્તારમાં 46.6 ડિગ્રી ગરમી તાપમાન નોંધાયું છે.
જ્યારે ગુજરાત માં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને મહત્વનો નિર્ણય લેતા આગામી 5 દિવસ ગુજરાતમાં કોચીંગ કલાસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
ગુજરાતના મોટાભાગના જિલ્લામાં તાપમાન 40ને પાર નોંધાયું છે. અમદાવાદ, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લામાં તાપમાનનો પારો 46 ને પાર જતાં આગ ઝરતી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યાં છે. હવામાન વિભાગે હજુ પણ હિટવેવની આગાહી કરી છે.
કચ્છ-સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ તો ચાર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ, તો દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને ગીર સોમનાથમાં ગરમીનું યલો એલર્ટ છે. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ છે. જેમા બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીનો સમાવેશ થાય છે.
મધ્ય ગુજરાતના પાંચ તો દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં પણ ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામં આવ્યું છે. ખેડા,આણંદ,વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, સુરત અને વલસાડમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. . તો ભરૂચ અને નવસારીમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે.હવામાન વિભાગના અનુમાન મુજબ આજે પણ આકાશમાંથી અગનવર્ષા વરશસે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીને લઈને રેડ એલર્ટ અપાયું છે. ગરમીની સ્થિતિને જોતા આકરા તાપથી બચવા માટે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.
હીટવેવને લીધે ગુજરાતનો મોટા ભાગ નો વિસ્તાર અગનભઠ્ઠીમાં ફેરવાયો છે. હજુ એક સપ્તાહ સુધી કાળઝાળ ગરમીથી રાહત મળે તેવા કોઈ સંકેત નહીં.. હજુ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો થઈ શકે તેવી આગાહી છે