Loksabha Election 2024: દેશ માં લોકસભાની ચૂંટણી ની જાહેરાત થઈ છે અને આ ચૂંટણી ની કામગીરી સારી રીતે પાર પડે તે હેતુ થી દરેક ચૂંટણી વખતે હથિયારો જમા કરાવવામાં આવે છે તેમજ રીઢા ગુનેગારો ને પકડવા માં આવે છે
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ 38 ટીમો કામે લાગી
ગુજરાત ના વિવિધ વિસ્તારો માં ભાગતા ફરતા રીઢા ગુનેગારો ને પકડવા અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ની 38 જેટલી ટીમો કામે લાગી છે જેમાં તેઓ ગુજરાતનાં અલગ અલગ શહેરોમાંથી તેમજ મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી નાસતા ફરતા આરોપી ઓ ની ધરપકડ કરશે.
સામાન્ય માનવીઓ ની વચ્ચે રહેતા જામીન પર ભાગેલા કે ભાગતા ફરતા 3000 જેટલાં રીઢા ગુનેગારો
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે લોકસભાની ચૂંટણીને લઈને અમદાવાદ શહેરમાં અલગ અલગ ગુનામાં સામેલ 3 હજારથી વધુ આરોપીઓને પકડવાની ઝુંબેશ પ્રારંભ કરાઇ છે જેમાં અમદાવાદ શહેર માં અલગ અલગ પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનામાં છેલા ઘણા સમયથી નાસતાં – ફરતા આરોપી ફરાર છે. ચૂંટણી ની કામગીરી સુચારું રીતે સંપન્ન થાય તે હેતુ થી આ કામગીરી કરાઇ રહી છે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા ગુજરાતનાં અલગ અલગ શહેરોમાંથી તેમજ મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી નાસતા ફરતા કુલ 50 આરોપીઓની ધરપકડ કરાઈ છે.
આ ઝુંબેશ માં છેલ્લા 34 વર્ષથી ફરાર આરોપીઓ ઝડપાયા
ગુજરાત ના જામીન પર ભાગેલા કે ભાગતા ફરતા આંતર રાજ્ય આરોપીઓને પકડવા માટે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ ની 38 જેટલી ટીમો કામે લાગી છે. જેમાં તેમના દ્વારા 50 જેટલાં આરોપીઓની ધરપકડ કરાઇ છે આ પકડાયેલા આરોપીઓમાંથી બે આરોપીઓ તો છેલ્લા 34 વર્ષથી ફરાર હોવાનું સામે આવ્યું છે.