Amreli Election Results : અમરેલી લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો રાજકીય રીતે પણ આ બેઠકનું મહત્વ ખૂબ વધી જાય છે. કારણ કે, આ એક એવી લોકસભા બેઠક છે. જ્યાંથી પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા ગુજરાતને મળ્યા હતા. જ્યારે હાલમાં તેમના નામથી ગાંઘીનગરમાં જીવરાજ મહેતા ભવન છે, જેને જુની સચિવાલય તરીકે પણ ઓળખાય છે. આમ તો અમરેલીને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો. પરંતુ ગત વર્ષે તો તમામે તમામ વિધાનસભા બેઠક ભાજપે પોતાના કબજામાં કરી લીધી હતી. લોકસભામાં પણ ભાજપનો જ દબદબો હવે દબોદબો યથાવત છે. અમરેલી લોકસભા બેઠક પર ભરત સુતરિયાની જીત થઈ છે
ભાજપના ભરત સુતરિયાની રાજકીય સફર
ભરત સુતરિયા જેઓ વર્તમાન અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ છે. લેઉઆ પાટીદાર સમાજમાંથી આવે છે. જેઓ વ્યવસાય ખેડૂત અને ધોરણ 10 પાસ છે. વર્ષ 1991થી ભાજપના કાર્યકર તરીકે કામગીરી કરે છે. 2010થી લઈ 2015 સુધી તેમણે તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી છે.
કોણ છે જેનીબેન ઠુમ્મર ?
કોંગ્રેસી નેતા જેનીબેન ઠુમ્મર પૂર્વ સાંસદ અને પૂર્વ MLA વિરજી ઠુમ્મરના પુત્રી છે. જેઓ વર્તમામાં કોંગ્રેસમાં સૌરાષ્ટ્ર મહિલા મોરચના પ્રદેશ અધ્યક્ષ છે. 2015માં તેમણે બાબરા તાલુકમાંથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડી હતી, જ્યાંથી રાજકારણની ખરી પા પા પગલી શરૂ થઈ હતી. મહિલા અને યુવા મતદારોમાં સારી લોક ચાહના પણ ધરાવે છે. જેઓ લેઉવા પાટીદારમાંથી છબી ધરાવે છે.
2019ની ચૂંટણી પરિણામ
ભાજપના નારણ કાછડિયાની 2019માં જીત થઈ હતી. જેમને 5,29,035 મત મળ્યા હતા, જેમની જીતનું માર્જિન 2,01,431 જેટલું હતું
2019માં અમરેલી બેઠક પર કોંગ્રેસના પરેશ ધાનાણીને 3,27,604 મત મળ્યા હતાં. જેમની હાર થઈ હતી.
આ બેઠકમાં સમાવેશ થતી વિધાનસભા બેઠકો
- ધારી
- અમરેલી
- લાઠી
- સાવરકુંડલા
- રાજુલા
- મહુવ
- ગારિયાધાર
બેઠકના જાતિગત સમીકરણો
અમરેલી લોકસભા બેઠક પર અંદાજે 17.31 લાખ મતદારો છે. જેમાં પાટીદાર 4 લાખ 3 હજાર છે. જ્યારે કોળી 3 લાખ 13 હજાર જેટલા છે. તો મુસ્લિમ 1 લાખ 12 હજાર, આહિર 1 લાખ 10 હજાર, દલિત 96 હજાર, ક્ષત્રિય 64 હજાર તો બ્રાહ્મણ 47 હજાર અને અન્ય 5 લાખ 87 હજાર જેટલા છે.
આ બેઠકનો રાજકીય ઈતિહાસ જાણો
વર્ષ – વિજેતા – પાર્ટી
1957 -જયાબેન શાહ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1962 – જયાબેન શાહ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1967 -જયાબેન શાહ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1971 – જીવરાજ મહેતા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1977 – દ્વારકાદાસ પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1980 – નવીનચંદ્ર રવાણી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1984 – નવીનચંદ્ર રવાણી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1989 – મનુભાઈ કોટડિયા, જનતા દળ
1991 – દિલીપ સંઘાણી, ભારતીય જનતા પાર્ટી
1996 – દિલીપ સંઘાણી, ભારતીય જનતા પાર્ટી
1998 – દિલીપ સંઘાણી, ભારતીય જનતા પાર્ટી
1999 – દિલીપ સંઘાણી, ભારતીય જનતા પાર્ટી
2004 – વિરજીભાઈ ઠુમ્મર, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
2009 – નારણભાઈ કાછડીયા, ભારતીય જનતા પાર્ટી
2014 – નારણભાઈ કાછડીયા, ભારતીય જનતા પાર્ટી
2019 – નારણભાઈ કાછડીયા, ભારતીય જનતા પાર્ટી
અમરેલી બેઠક પર કેટલું મતદાન થયું હતું
અમરેલી લોકસભા બેઠક પર આ વખતે કુલ 50.29 ટકા મતદાન થયું હતું. જેમાં ધારીમાં 46.09 ટકા, અમરેલીમાં 49.05 ટકા, લાઠીમાં 50.45 ટકા, સાવરકુંડલામાં 47.00 ટકા, રાજુલામાં 52.43 ટકા, મહુવામાં 58.96 ટકા મતદાન નોંધાયું જ્યારે ગારિયાધારમાં 47.44 ટકા મતદાન થયું હતું.