Lok Sabha Election Result: લોકસભા ચૂંટણીના પરિણામોમાં ગુજરાતની 26માંથી 1 બેઠક ભાજપે બિનહરિફ જીતી છે.જ્યારે 24 બેઠકો પર ભાજપ ટ્રેન્ડમાં આગળછે. જ્યારે એક બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. ઈલેક્શન કમિશનના આંક મુજબ અમિત શાહ 2.70 લાખ મતથી આગળ છે. જ્યારે 14 બેઠકો પર ભાજપના ઉમેદવારો 1 લાખ કરતાં વધુ માર્જિનથી આગળ ચાલી રહ્યા છે
ગુજરાતની બહુચર્ચિત બનાસકાંઠા બેઠક પર ગેનીબેન 6 હજાર કરતા વધુ મતથી ભાજપના ઉમેદવાર સામે પાછળ ચાલી રહ્યા છે. અમિત શાહ ગાંધીનગર બેઠક પર 2.70 લાખ મતથી આગળ ચાલી રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ 2.40 લાખ મતથી આગળ ચાલી રહ્યા છે.
જણાવી દઈએ કે લોકસભા 2024ની ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન યોજાયું હતું. 542 લોકસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયા પહેલી જૂને પૂર્ણ થઈ હતી. છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા બાદ હવે લોકોની નજર પરિણામો પર છે. આજે લોકોની આ રાહ પણ પૂરી થશે. આ વખતે, જ્યારે ભાજપને સંપૂર્ણ બહુમતી સાથે ત્રીજી વખત સરકાર બનાવવાનો વિશ્વાસ છે, ત્યારે કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ ભારતીય ગઠબંધન એક્ઝિટ પોલ વિરુદ્ધ પરિણામોની અપેક્ષા રાખી રહ્યું છે. ગુજરાતની 26માંથી 25 બેઠકો પર ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ છે. ત્યારે 25 બેઠકોના પરિણામ આજે સૌની નજર રહેશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવસારીથી કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ સી.આર પાટીલ સામે હાર સ્વીકારી,
- ભરુચથી સાત રાઉન્ડ બાદ મનસુખ વસાવા 62 હજાર મતથી આગળ,
- પોરબંદર મનસુખ માંડવિયા 88,562 મતથી આગળ,
- કચ્છથી વિનોદ ચાવડા અને છોટા ઉદેપુરથી જશુ રાઠવા આગળ