Vadgam : ઉત્તર ગુજરાત ના વડગામ ખાતે જૈન શ્રેષ્ઠી પરિવાર દ્વારા બાળકો ને એજ્યુકેશન કિટ્સ નું વિતરણ કરવામાં આવ્યું જેમાં 35 જેટલાં એચ. આઈ વી. પોઝેટીવ બાળકોને પુસ્તકો, ચોપડા ગણવેશ સહિત અભ્યાસક્રમ માં ઉપયોગી કિટ્સ નું વિતરણ કરવામાં આવ્યું હતું. HIV Positive children
વડગામ ના વતની જૈન શ્રેષ્ઠી વિપુલભાઈ મોદી ડાયમંડ ઉધોગપતિ છે. તેવો માદરે વતન વડગામ ના ગરીબ, અંકિચન લોકો ની સેવામાં સતત કાર્યરત છે. Vipulbhai Modi Diamond Industrialist
ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા લોકભાગીદારી દ્વારા વિકાસ અને સેવા ના કાર્યોની સુવાસ ફેલાવવા નું આહવાન કરતાં છેલ્લા કેટલાક વર્ષથી દાતા વિપુલભાઈ શાહ દ્વારા આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ના એચ આઈ વી પ્રોજેક્ટ માં એચ આઈ વી પોઝેટીવ બાળકો સહિત તમામ દર્દીઓને જુદા જુદા હેતુ મુજબ અનાજ, રાશન કિટ્સ, ફળફળાદી, પોષ્ટિક આહાર, તમામ તહેવારો માં મીઠાઈ, નાસ્તો, કપડાં, અભ્યાસ હેતુ શૈક્ષણિક કિટ્સ નું વિતરણ કરી વડગામ માં સેવાની સુવાસ ફેલાવી છે. જે સેવાના કાર્યો ને તાલુકાની પ્રજાએ આવકાર્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ તારીખ 24/06/24 સોમવારે વડગામ આરોગ્ય વિભાગ Vadgam Department of Healthખાતે વડગામ ના દાતા રસીલાબેન મહેન્દ્રભાઈ મોદી પરિવાર ના સોનલબેન વિપુલભાઈ મોદી ના સહયોગ દ્વારા એચ આઈ વી પોઝેટીવ બાળકોને દ્વારા ચોપડ વિતરણ કરવામાં આવ્યાં હતાં. કાયૅક્રમ સફળ બનાવવા બનાસ એન પી + વિહાન પ્રોજેક્ટ સ્ટાફ ગણે જેહમત ઉઠાવી હતી .
તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ