Gujarat News Update
Gujarat News: સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પ્રતિ વર્ષ ૯ મી, ઓગષ્ટના દિવસે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા ૯ મી ઓગષ્ટના રોજ “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી સમગ્ર રાજયમાં કરવામાં આવનાર છે. આ ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ ૯મી ઓગષ્ટ શુક્રવારના રોજ સવારે ૯.૩૦ કલાકે દાંતા આદર્શ નિવાસી શાળા ખાતે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી કરવામાં આવશે.
“વિશ્વ આદિવાસી દિવસ” અંતર્ગત કલેકટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં પ્રાયોજના વહીવટદાર, ટ્રાયબલ એરીયા સબ-પ્લાન દ્વારા વિવિધ અધિકારીઓને તેમને કરવાની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સહભાગી થનારા આદિવાસી સમાજના લોકોને કોઈપણ તકલીફ ન પડે તે માટે બસોની સુવિધા, પાર્કિંગ, પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્ય અને સ્વચ્છતા જેવી વિવિધ કામગીરી તથા આદિવાસી સમાજની સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવા વિશે ચર્ચા કરવામાં આવી હતી.
Gujarat News આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરસી.પી.પટેલ, એડિશનલ કલેકટર શ્રીમતી દેવ આહુતિ, નાયબ વન સંરક્ષક અભયકુમાર સિંહ, સહિત વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા