વધુ એક નેતા વિવાદમાં આવ્યા છે. સુરતના બારડોલીના ભાજપ કોષાધ્યક્ષ દારૂના નશામાં ઝડપાયા છે. વિગતો મુજબ બારડોલી તાલુકા ભાજપ કોષાધ્યક્ષ સુરતમાં પાણીપુરી વેચતી મહિલાઓને હેરાન-પરેશાન કરતાં હતા. જેથી મહિલાએ આ અંગે બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જે બાદમાં પોલીસ બારડોલી તાલુકા ભાજપ કોષાધ્યક્ષની અટકાયત કરી તપાસ શરૂ કરતાં આ દરમિયાન તાલુકા ભાજપ કોષાધ્યક્ષ નશામાં જણાઈ આવ્યા હતા. જેને લઈ હવે ખુદ પોલીસ પણ ફરિયાદી બની તેમની સામે ગુનો દાખલ કર્યો છે. જોકે મહત્ત્વનું છે કે, અટકાયત બાદ હાલ આ ભાજપ કોષાધ્યક્ષ જામીન પર મુક્ત થયા છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતમાં બારડોલી ભાજપના કોષાધ્યક્ષ કૌશલ પટેલ નશાની હાલતમાં ઝડપાયા છે. ખરેખરમાં વાત એમ છે કે, ભાજપ નેતા કૌશલ પટેલે શહેરમાં એક પાણીપુરીની લારી ચલાવતી મહિલા સાથે ઝઘડો કર્યો હતો. કૌશલ પટેલે મહિલા સાથે રૉડ પર લારી મુકવા અને લારીને અન્યત્ર ખસેડવાના મુદ્દે માથાકૂટ કરી હતી અને ધમકી પણ આપી હતી,
આ મામલાને લઇને મહિલાએ બારડોલી પોલીસ સ્ટેશનમાં કૌશલ પટેલ વિરૂદ્ધ અરજી આપી હતી. પોલીસે આ અરજી મામલે તપાસ શરૂ કરી અને કૌશલ પટેલને જ્યારે પકડ પહોંચી તે સમયે કૌશલ પટેલ નશાની હાલતમાં ઝડપાયો હતો. ધરપકડ બાદ ભાજપ નેતા કૌશલ પટેલનો જામીન પર છૂટકારો થયો હતો