બનસકાંઠાના અમીરગઢ બોર્ડર પરથી એલસીબી અને એસઓજીની ટીમે બાતમીના આધારે 4.50 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે પોલીસને ટીમને માહિતી મળી હતી કે એક વિદેશી મહિલા કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે બસમાં મુસાફરી કરી રહી છે. બનાસકાંઠા જિલ્લાની એલસીબી, એસઓજી અને અમીરગઢ પોલીસની ટીમે મોડી રાત્રે સંયુક્ત ઓપરેશન ચલાવ્યુ હતુ, આ કાર્યવાહીમાં વિદેશી મહિલાને અંદાજિત 4 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે એલસીબી, એસઓજી અને અમીરગઢ પોલીસની ટીમે મોડી રાત્રે ઝડપી પાડી હતી.
દિલ્હીથી મુંબઈ જઈ રહેલી લક્ઝરી બસમાં વિદેશી મહિલા મુંબઈ ખાતે ડ્રગ્સ લઈ જઈ રહી હતી. એલસીબીએ મહિલા સહિત મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.