દીઓદર તાલુકાના સરદારપુરા- રવેલ ગામે જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરે ના અધ્યક્ષ સ્થાને ગ્રામસભા યોજવામાં આવેલ.
જીલ્લા વિકાસ અધિકારી સરદારપુરા ગામે પધારતાં ઢોલ નગારા સહ ભવ્ય સામૈયું થયેલ. સૌએ ફુલો ની વષૉ કરી જીલ્લા વિકાસ અધિકારીને સન્માનિત કરેલ. બાદમાં સૌ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થયેલ. ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી શામળભાઈ ચૌધરી દ્વારા શાબ્દિક સંબોધન થયેલ.
સરપંચ બાબુભાઈ માળી તથા તલાટી નિલેશભાઈ ચૌધરી દ્વારા ડીડીઓ ને શાલ ઓઢાડી, સાફો બંધાવી સન્માનીત કરેલ.
ડેપ્યૂટી સરપંચ તથા સદસ્યોએ ટી.ડી.ઓ.શ્રીને સન્માનીત કરેલ. વિવિધ કર્મચારી મંડળ, સંસ્થાઓ દ્વારા પધારેલા સૌને સન્માનીત કરવામાં આવેલ.
ગામના વતની અને પૂર્વ ચીફ ઓફિસર પાંચાભાઈ માળીએ ડીડીઓશ્રીનાં વખાણ કરતાં જણાવેલ કે તેમણે ડીડીઓના હોદાનું સ્તર ખુબ જ ઉંચું લાવી દીધેલ છે. જેનો લાભ વર્ષો સુધી જીલ્લાને મળશે. તેમની સેવાઓ માનવતા લક્ષી હોય છે.
ઉપસ્થિત વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા ખેડુતલક્ષી, પ્રજાલક્ષી યોજનાઓની માહિતી આપેલ. વિવિધ યોજનાઓ ના કાડૅ વિતરણ થયેલ.
જીલ્લા વિકાસ અધિકારીએ જણાવેલ કે સરદારપુરા ગામમાંથી સરકારી સેવાઓમાં ઘણા લોકો જાડાયા છે તે અભૂતપૂર્વ છે. સાથે સાથે શિક્ષણનું સ્તર પણ ગામમાં ઉંચું છે તેનો પુરાવો છે. સૌને જીલ્લા વિકાસ અધિકારીએ બિરદાવેલ.
Banaskantha District Development Officer Swapnil Khare સરદારપુરા ગામને અભિનંદન આપતાં જણાવેલ કે ગામમાં આવતાં બે વસ્તુઓ ધ્યાનમાં આવી પ્રથમ ગામમાં સુંદર આઈ લવ સરદારપુરા લખેલ છે. તે ગામ પ્રત્યે સૌને કેટલો પ્રેમ છે તે દર્શાવે છે. તેઓએ ગામના વિકાસ ને આવકારી સૂચન કરવા જણાવેલ આ પ્રસંગે જીલ્લા પંચાયત સદસ્ય ર્ડાક્ટર હસુભાઈ ચૌધરી સહિત ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ.